ભાવનગરમાં હીરાના કારખાનામાં હીરા ઘસી રહેલા રત્નકલાકારનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… ગરીબ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…

Published on: 10:59 am, Sat, 23 September 23

મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નાના બાળકોથી લઈને યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે તેઓ જ એક કિસ્સો ભાવનગરમાંથી સામે આવી રહ્યો છે. આ ઘટનામાં ગરીબ પરિવારના જુવાનજોધ દીકરાનું હૃદય બેસી જવાના કારણે કરુણ મોત થયું હતું.

આ ઘટના બનતા ગરીબ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલો યુવક ભાવનગર શહેરના ઘોઘા રોડ ઉપર એક હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો.

યુવક કારખાનામાં હીરા ઘસી રહ્યો હતો. ત્યારે અચાનક જ હૃદય બેસી જવાના કારણે તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા યુવકના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ ગોરધન બુધાભાઈ સોલંકી હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. ગોરધન ભાવનગર શહેરની નજીક આવેલ તરસમિયા ગામે રહેતો હતો અને ઘોઘા રોડ પર શિવાજી સર્કલ પાસે આવેલા એક હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. ઘટનાના દિવસે ગોરધન દરરોજની જેમ હીરાના કારખાનામાં પોતાના ટાઈમે પહોંચી ગયો હતો.

અહીં તે હીરાની ઘંટી પર હીરા ઘસી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. તેના કારણે તે બેભાન થઈને ત્યાં જ ઢળે પડ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસ કામ કરતા અન્ય કારીગરો ત્યાં પહોંચ્યા હતા અને ગોરધનને ઉપાડીને તાત્કાલિક ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ગોરધનની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ગોરધનના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર ગોરધન પર તેના પરિવારની તમામ જવાબદારીઓ હતી. ગોરધનનું મોત થતાં પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો છે. ગોરધનનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment on "ભાવનગરમાં હીરાના કારખાનામાં હીરા ઘસી રહેલા રત્નકલાકારનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… ગરીબ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…"

Leave a comment

Your email address will not be published.


*