Jammu-Kashmir River Rafting: આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ આવે છે જેમાં લોકો પોતાના જીવ ગુમાવે છે. ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર મોતના ઘણા કિસ્સા સામે આવે છે. કોઈનો રોડ અકસ્માતમાં તો કોઈનું કોઈ અન્ય કારણોસર મોત થતા ચકચારી મચી જતી હોય છે. જોકે ઘણીવાર કોઈ ફરવા માટે ગયા હોય અને ત્યાં પણ કોઈ એવી ઘટના બની જાય જેના કારણે તેમના મોત થવાના હોવાના પણ સમાચાર કેટલીક વાર સામે આવે છે.
ત્યારે હાલમાં જ એક સમાચાર સામે આવ્યા, જેમાં અમદાવાદ મુકામે રહેતા ગાંધીનગરના મોતીપુરા ગામના વતની ભીખાભાઈ અને તેમની પત્ની સુમિત્રાબેન નું પહેલગામમાં રિવર રાફ્ટિંગ દરમિયાન પાણીમાં તણાઈને ડૂબી જવાને કારણે મોત થયું હતું. આ ઘટના બાદ પરિવાર સહિત આખા ગામમાં શોકનો માહોલ છવાયો છે.
આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા બાદ વાયરલ થઈ ગયો છે. ગાંધીનગરના સાદરા મોતીપુરા ગામના વતની ભીખાભાઈ પટેલ તેમના પત્ની સુમિત્રાબેન સાથે અમદાવાદ ખાતે રહેતા હતા. તેમને એક પુત્ર છે જે કેનેડામાં છે, લગભગ પાંચેક દિવસ પહેલા ભીખાભાઈ અને તેમની પત્ની સુમિત્રાબેન તેમના વેવાઈ ની સાથે કાશ્મીરની સહેલગાહ પર ગયા હતા.
આ દરમિયાન જ દંપતિ ની આ સફર છેલ્લી સફર બની ગઈ, જમ્મુ કશ્મીરમાં અનેક સ્થળોએ ફર્યા બાદ દંપત્તિ પહેલગામ પહોંચ્યા અને અન્ય સહેલાણીઓ સાથે તેઓ રિવર રાફ્ટિંગ કરવા માટે બોટમાં બેઠા હતા. આગળ જતા પાણીનો પ્રવાહ ને કારણે કોઈ કારણસર બોટ ના ખલાસીઓ બોટ પરનો કાબુ ગુમાવી દીધો.
તેના કારણે બોટ હિલોળે ચડવા માંડી, જોકે પળભરમાં જ વિશાળ ધોધના પાણીના પ્રવાહમાં બોટ તણાઈ ગઈ અને આ દુર્ઘટનામાં બોટમાં બેઠેલા ચાર પૈકી એકનો બચાવ થયો. અમદાવાદના પટેલ દંપતી ભીખાભાઈ અને તેમની પત્ની સુમિત્રાબેન તેમજ અન્ય એક નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા.
ઘટના બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, પરંતુ તેમના મૃતદેહ હાથ લાગ્યા હતા. જે બાદ તેમના મૃતદેહને હવાઈ માર્ગે પરત લાવી ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મૃતક ભીખાભાઈ પટેલ તેમની પત્ની સુમિત્રાબેન સાથે અમદાવાદના કૃષ્ણનગર ખાતે રહેતા હતા. જેઓ રીવર રાફ્ટિંગ દરમિયાન મોતને ભેટીયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો