પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…પત્નીના વિયોગમાં પતિએ નર્મદા કેનાલમાં કૂદીને સુસાઇડ કરી લીધું… સુસાઇડ પાછળનું કારણ જાણીને હચમચી જશો…

Published on: 2:39 pm, Thu, 25 May 23

Suicide Panchmahal: આજકાલ સોશિયલ મીડિયા પર આપઘાતના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. ઘણા લોકો નાની નાની વાતમાં પણ આપઘાત કરી લે છે આવો જ એક આપઘાત નો કિસ્સો ગુજરાત રાજ્યમાંથી સામે આવ્યો છે. રાજ્યમાં આપઘાતના બનાવમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધુ એક આપઘાત નો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

જો વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા માંથી પસાર થઈ રહેલી નર્મદા નદી ની મુખ્ય નહેરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચારે બાજુ ચકચાર મચી જવા પામી હતી. કનેટીયા ગામ નજીક કેનાલમાં એક યુવકનું મૃતદેહ તરી રહ્યો હોવાનું જણાય આવ્યું હતું. જે મૃતદેહને તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો,

મૃતદેહને બહાર કાઢીને તપાસ કરવામાં આવતા તે ખરસલીયા ગામના પરિણીત યુવક હોવાનું જાણવા મળ્યું હતું. પત્ની પિયર ચાલી જતા તે ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયો હતો, પત્નીના વિરહમાં તેણે કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.ખરસલીયા ગામના 25 વર્ષના યુવક કેયુર નરેન્દ્રભાઈ પરમાર ના એક વર્ષ અગાઉ લગ્ન થયા હતા.

પત્ની રિસાઈને પિયર ચાલી ગઈ અને ઘરે પાછી ન ફરતી હોવાના કારણે તેણે નહેરમાં છલાંગ લગાવીને મોતને વાહલ કર્યું હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસથી તે ઘરેથી કોઈને કંઈ પણ કીધા વગર ચાલ્યો ગયો હતો. આજે કાલોલ તાલુકાના કનેટિયા પાસે નહેરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

કાલોલ પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજકાલ લોકો નાની નાની વાતમાં પણ આપઘાત કરી લે છે અને રાજ્યમાંથી આપઘાતની ઘટનાના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. કેયુરના આપઘાત કરવાના કારણે તેનો પરિવાર ભાંગી પડ્યો છે અને તેમને ખૂબ જ આઘાત પણ લાગ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો