રાજકોટમાં મારુતિ સુઝુકીના શો રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટના ટાગોર રોડ પર આવેલા મારુતિ સુઝુકી કાર શોરૂમમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા ડિવિઝનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
આ ઉપરાંત ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં કોઈને પણ નાની મોટી ઈજા પહોંચી નથી. ફાયર વિભાગની ટીમે સતત આગ પર પાણી લગાવીને શોરૂમમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.
રાજકોટમાં મારુતિ સુઝુકીના શો-રૂમમાં લાગી ભીષણ આગ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન… pic.twitter.com/gjjcZfUxf8
— GUJJU ROCKZ (@gujju_rockz) November 15, 2021
મળતી માહિતી અનુસાર શો રૂમમાં આગ લાગવાના કારણે શોરૂમના ગ્રાઉન્ડ ફ્લોર પર મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પ્રાથમિક તપાસ દરમિયાન આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શોર્ટસર્કિટના કારણે અચાનક શો રૂમમાં આગ લાગી ઉઠી હતી.
મળતી માહિતી અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર પર 3 કાર ડિસ્પ્લેમાં રાખવામાં આવી હતી. જેને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ત્રણ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
જેના કારણે ટૂંક સમયમાં શોરૂમમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનામાં શોરૂમના એલીવેશનમાં જ આગ લાગી હોવાથી માત્ર તેટલા જ એરીયામાં નુકસાન થયું હતું. આગ લાગવાના કારણે રાત્રિના સમયમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment