દેવગઢમાં બારીયાના ST ડેપોમાં એક બસમાં અચાનક આગ લાગી, બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે બળી ગયો…

Published on: 7:31 pm, Sun, 14 November 21

દેવગઢ બારિયામાં એસટી બસ ડેપોમાં અચાનક એક બસમાં આગ લાગી હતી. જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઇ હતી. આગ લાગવાના કારણે બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર દેવગઢબારિયા નગરમાં એસટી બસ ડેપોમાં વર્કશોપમાં મૂકેલી એક બસમાં અચાનક આગ લાગી હતી.

તેના કારણે એસ.ટી ડેપો પર દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગની ટીમે બસ પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ એસટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે આ સમગ્ર ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર બારીયા થી સેલવાસ રૂટની GJ 18 3197 નંબર ની વર્કશોપમાં મૂકી હતી અને તે પછી બસની વોશિંગ માટે મૂકવામાં આવી હતી.

ત્યારબાદ બસચાલકે જ્યારે બસ ચાલુ કરી ત્યારે બસની સટીંઅરિંગ ચોટી ગયું તેના કારણે બસને ફરીથી વર્કશોપમાં મૂકવામાં આવી હતી. ત્યારે બસમાં અચાનક જ ધુમાડા નીકળવા લાગ્યા હતા. અને વર્કશોપ ના કર્મચારીઓની સામે જ બસમાં અચાનક આગ લાગી ઉઠી હતી.

જેને લઇને કર્મચારીઓ દ્વારા બસ પર લાગેલી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યો હતો. આજે અચાનક જ વધી જતા આ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો. આ ઉપરાંત આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી નથી કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. શોર્ટ સર્કિટના કારણે બસમાં અચાનક આગ લાગી હતી તેવું એસટી ના કર્મચારીઓ નું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!