ગુજરાતના પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ, 8 વર્ષનો બાળક માં વગરનો થઈ ગયો…

Published on: 4:53 pm, Sat, 10 September 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગુજરાતના બનાસકાંઠાના પરિવારને રાજસ્થાનના બાડમેર નજીક અકસ્માત નડ્યો છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 8 લોકોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે 8 વર્ષનો બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ ગુજરાતી પરિવાર ગુજરાતથી જસોલ દર્શન કરવા માટે ગયું હતું ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સવારે 8 વાગ્યાની આસપાસ ઝડપે આવતા ટ્રકે તેમની કારને અડફેટેમાં લીધી હતી. અકસ્માતમાં કારમાં સવાર ઘણા લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. જ્યારે એક મહિલાને સારવાર મળે તે પહેલા તેનું રસ્તામાં મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે જ ટ્રક મૂકીને ભાગી ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના સીણધરી ક્ષેત્રના હાઇવે પર ભાટલા ગામ નજીક બની હતી. ઘટનાની માહિતી મળતા આસપાસના સ્થાનિક લોકો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની ઘટનામાં બે મહિલાઓ અને એક પુરુષનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એક મહિલા અને આઠ વર્ષના બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા. પરંતુ રસ્તામાં સારવાર મળે તે પહેલા તો મહિલાનું પણ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આઠ વર્ષના માસુમ બાળકની સારવાર હાલમાં ચાલુ છે, તેની હાલત ખૂબ જ ગંભીર છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં રાજેશ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત રાજેશની થઈ અને માસીનું પણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે આઠ વર્ષે મોન્ટુ નામના બાળકની માતાનું પણ મૃત્યુ નીપજ્યું છે. રાજેશ ચા સપ્લાય કરવાનો વેપાર કરતો હતો. 8 સપ્ટેમ્બર ના રોજ તે જસોલ મંદિરના દર્શન કરવા માટે ગયો હતો.

આજરોજ સવારે સાત વાગ્યાની આસપાસ તે જસોલ થી બનાસકાંઠા ધાનેર જવા માટે નીકળ્યો હતો. આઠ વાગ્યાની આસપાસ પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકે તેની કારને જોરદાર ટક્કર લગાવી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ, 8 વર્ષનો બાળક માં વગરનો થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*