હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. અકસ્માતની ઘટનાનો વિડીયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. આ ઘટનામાં એક ટ્રક ચાલકે સાયકલ લઈને જતી વિદ્યાર્થીનીને કચડી નાખી હતી. આ કારણસર તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના જોઈને લોકોની ચીસો નીકળી ગઈ હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ટ્રક પર બ્રેક લગાવીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલી યુવતીના મૃતદેને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટના રાઈબરેલીમાં સામે આવી રહી છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ અંકિતા મોર્યા હતું અને તે ભગીરથી ઇન્ટર કોલેજમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. અંકિતાના પિતા તે વિસ્તારમાં એક પાનની દુકાન ચલાવે છે. મકરસંક્રાંતિના દિવસે અંકિતા ઘરવખરીનો સામાન લેવા માટે બુરાઈબાગ ચોક તરફ ગઈ હતી.
તહેવાર હોવાના કારણે બજારમાં ભારે ભીડ જામી હતી. અંકિતા બજારમાંથી સામાન લઈને ઘર તરફ આવી રહી હતી. ત્યારે અંકિતા સાયકલ લઈને પગપાળા રોડ ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન પાછળથી આવતા ટ્રકે અંકિતાને કચડી નાખી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ દ્રશ્યો જોઈને આસપાસ ઉભેલા લોકોએ બૂમાબૂમ કરી હતી. જેના કારણે ટ્રક ચાલકે તાત્કાલિક ટ્રક ઉપર બ્રેક લગાવી દીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો ટ્રકનું વ્હીલ અંકિતાના શરીર ઉપર ચડી ગયું હતું. ત્યારબાદ આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા અને વિદ્યાર્થીનીને બચાવવાના પ્રયાસ કર્યા પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મૃત્યુ થઈ ગયું હતું. જો ટ્રક ચાલે તે યોગ્ય સમયે બ્રેક લગાવી દીધી હોત તો આજે અંકિતાનો જીવ બચી ગયો હોત.
સાયકલ લઈને રોડ ક્રોસ કરી રહેલી યુવતીને ટ્રકે કચડી નાખી, દીકરીનું ઘટના સ્થળે તડપી તડપીને મોત… જુઓ અકસ્માતની ઘટનાનો લાઈવ વિડિયો… pic.twitter.com/HwX5J7uFev
— GUJJU ROCKZ (@gujju_rockz) January 16, 2023
દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ માતાએ હૈયા ફાટ રુદન કર્યું હતું અને રડતા રડતા માતા બેહોશ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અંકિતાના પરિવારને ખાતરી આપી છે કે ટૂંક જ સમયમાં ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment