ચિત્રકોટ ધોધમાં એક છોકરીએ 100 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવીને પોતાનો જીવ ટૂંકાવ્યો – જુઓ ઘટનાનો લાઈવ વીડિયો

હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં એક છોકરી ચિત્રકોટ ધોધમાં નીચે પડીને પોતાનો પોતાનું જીવન ટૂંકાવી લે છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ યુવતી કોણ હતી અને ક્યાંથી આવી હતી તેની હજુ કોઈ પણ માહિતી મળી નથી.

આ ઘટના શુક્રવારના રોજ છત્તીસગઢ જગદલપુરના ચિત્રકોટ શોધમાં બપોરના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર યુવતી ધોધના મુખ પ્રદેશ પાસે પહોંચીને નીચે કૂદી ગઈ હતી. આ ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

યુવતીના મૃતદેહને શોધવાની પોલીસે કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ લગભગ બપોરના બે વાગ્યાની આસપાસ એક છોકરી ધોધ પાસે પહોંચી હતી. આ છોકરી થોડીક વાર પાણીમાં રહે છે અને ત્યારબાદ તે ધોધના મુખ પ્રદેશ પાસે પોતે છે.

આ દરમિયાન ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ યુવતીને આગળ વધતા અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને ત્યાં હાજર સ્થાનિક લોકોએ પણ યુવતીને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. છતાં પણ યુવતીએ લગભગ 100 ફૂટની ઉંચાઈથી ધોધમાં છલાંગ લગાવીને પોતાનો જીવ ટૂંકાવી દીધો હતો.

હજુ સુધી યુવતીનો મૃતદેહ મળ્યો નથી. યુવતી પોતાનું જીવન ટૂંકાવવા માટે ધોધમાં મૃત્યુની છલાંગ લગાવી હશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ કરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક વ્યક્તિએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો.

હાલમાં પોલીસ યુવતીની ઓળખ કરી રહી છે. યુવતી ક્યાંથી આવી જ છે અને યુવતી કોણ છે તેની હજુ પોલીસને કોઇપણ પ્રકારની માહિતી મળી નથી. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. હાલમાં રુવાડા ઉભા કરી દેનારો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*