મંદિરમાં પ્રેમી અને પ્રેમિકાએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવી લીધો, બંનેના પરિવારજનોનું કહેવું છે કે…

Published on: 12:22 pm, Sat, 21 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજરોજ સવારે મંદિરના રૂમમાં એક પ્રેમી અને પ્રેમિકાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટના બનતા ચારેબાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બંને અલગ અલગ જાતિના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના બદાઉનના માનશંગાલા ગામમાં બની છે.

અહીં ગામની બહાર આવેલા મંદિરની એક રૂમમાંથી આજરોજ સવારે એક યુવક અને યુવતીના મૃતદેહને લટકતી હાલતમાં મળી આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને ગામના લોકોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે, બંનેનો જીવ લઈને બન્નેને ગળાફાંસો આપવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર 16 વર્ષની યુવતીને નજીકના ગામના 17 વર્ષના યુવક સાથે છેલ્લા ત્રણ વર્ષથી અફેર ચાલતું હતું. શુક્રવારના રોજ સાંજે બંને ગામના કેટલાક લોકોએ સાથે જોયા હતા. બંનેના પરિવારજનો આ સંબંધ પસંદ ન કરતા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પરિવારજનો અને ગામના લોકોની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આજે 05:00 ની આસપાસ જ્યારે મંદિરના પૂજારી મંદિરના ઉપરના ભાગે આવેલી રૂમમાં ગયા.

ત્યારે ત્યાં યુવક અને યુવતીને મૃતદેહ પૂજારીએ લટકતી હાલતમાં જોયું હતું. આ દ્રશ્ય જોઈને પૂજારીએ બૂમાબૂમ કરી હતી. તેથી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં યુવક અને યુવતીના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર પોલીસે જણાવ્યું કે, પ્રેમ પ્રકરણમાં બંને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. જ્યારે પરિવારજનોનું કહેવું છે કે બંનેનો જીવ લઈને બંને ગળેફાંસો આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ પોતાની આગળની કાર્યવાહી હાથ ધરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!