રાજકોટમાં કોઠારીયા રોડ પર ઝડપી ડમ્પરે એકટીવા સવાર યુવતીને કચડી નાખી, યુવતીનું ઘટના સ્થળે મોત…કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો..!

Girl dies in accident in Rajkot: અત્યારે સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. આ અકસ્માતો ને કારણે ઘણા લોકોને પોતાના જીવ પણ ગુમાવવા પડે છે. આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે, રાજકોટ(Rajkot) શહેરમાં રોજબરોજ અકસ્માતોની(accident) ઘટના સામે આવતી હોય છે.

જેમાં આજે પણ સામે આવેલી અકસ્માતની ઘટનામાં ડમ્પરની ઠોકરે તબીબી યુવતી નું અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. શહેરના કોઠારીયા રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડી ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિગતવાર જાણીએ તો રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર પાણીના ટાંકા પાસે શુભમ રેસ્ટોરન્ટ નજીક પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે એકટીવા ને ઠોકર એ લેતા યુવતી નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. કોઠારીયા રોડ પર ભુવનેશ્વરી સોસાયટીમાં રહેતી આયુષી જગદીશભાઈ વાડોદરિયા નામની યુવતી બપોરે પોતાની નોકરી પરથી સ્કેનિંગ માટે કોઠારીયા રોડ પરથી હુડકો ચોકડી તરફ જતી હતી.

ત્યારે શુભમ રેસ્ટોરન્ટ નજીક પૂરપાટ ઝડપે આવતા ડમ્પર નંબર GJ.13.AT.8890 ના ચાલકે અડફેટે લેતા એકટીવા ચાલક યુવતી ફંગોળાઈને રોડ પર પટકાઈ હતી. જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ સ્થળે એકઠા થયેલા લોકોએ 108 ને જાણ કરતા 108 ની ટીમ યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી.

બનાવની જાણ થતા આજીડેમ પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત સર્જી નાસી છૂટેલ ડમ્પરચાલકની શોધખોળ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*