અમદાવાદ શહેરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે અમદાવાદ શહેરના સીટીએમ ઓવરબ્રિજ ફરી એક વખત એક યુવતીએ પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા 23 દિવસમાં ત્રીજી વખત અહીંથી સુસાઇડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સૌપ્રથમ એક યુવતીએ અહીંથી કૂદીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થયો હતો. ત્યારબાદ એક બાળક અને હવે ફરી એક વખત યુવતી બ્રિજ ઉપરથી નીચે મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં બ્રિજ ઉપરથી નીચે પડતા યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અમદાવાદનો સીટીએમ બ્રીજ હવે સુસાઇડ માટેનું મોટું સ્થળ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.
ગઈકાલે એકમાતના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ એક યુવતીએ અહીંથી નીચે કૂદીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી બ્રિજ ઉપરથી નીચે પડતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ દીકરીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવતી આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી અને આવી નથી.
અમદાવાદમાં બ્રિજ પરથી નીચે કૂદીને યુવતીએ સુસાઈડનો પ્રયાસ કર્યો, ત્યારબાદ કંઈક એવું બન્યું કે…જુઓ સુસાઇડની ઘટનાનો વિડીયો… pic.twitter.com/6DeJKacS2l
— GUJJU ROCKZ (@gujju_rockz) March 2, 2023
પરંતુ સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે સીસીટીવી ફૂટે જેને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં એલજી હોસ્પિટલમાં દીકરીની સારવાર ચાલુ છે. એક જ મહિનામાં ત્રણ વખત સીટીએમ ઓવરબ્રિજ પરથી ટૂંકાવાની ઘટના બનતા જ પોલીસે ત્યાં હવે પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment