આજે આપણે વાત કરીશું એ અંકલેશ્વર નજીક આવેલા વાવ્યા તાલુકાના ડહેલી ગામની કે જ્યાં આજે ગ્રામજનોએ પાણીમાંથી પસાર થતા ડાઘુ નો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. તેમનું કહેવું છે કે તંત્રને અનેક વખતે રજૂઆત કરવા છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી.
વાત જાણે એમ છે કે એ ગામના લોકો પુલના અભાવે ધસમસતા પાણી વચ્ચેથી અંતિમયાત્રા લઈ જવા માટે મજબૂર બન્યા છે. એટલું જ નહીં પરંતુ તંત્રને આ બાબતે ઘણી વાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી તેથી આજે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
હજુ સુધી પણ આ વાલીયા તાલુકાના ડેઇલી ગ્રામ પંચાયતના ગામના ગ્રામજનોની વર્ષો જૂની વેદના નો અંત આવતો જ નથી. એ નદી પર પુલના અભાવે ગામના લોકોએ ચોમાસા દરમિયાન પણ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે જ્યારે કોઈપણ ગામના લોકોનું મૃત્યુ થાય છે. ત્યારે તેમની અંતિમયાત્રા એ ધસમસના પાણીના પ્રવાહ વચ્ચેથી નનામી લઈ જવા માટે મજબૂર બન્યા છે.
ચોમાસા દરમિયાન વરસતા વરસાદમાં ગામમાં કોઈપણ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય કે પછી તેમની અંતિમયાત્રા રસ્તા પાણીના પ્રવાહ વચ્ચેથી નદીને બીજા કિનારે સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવા માટે જવું પડે છે. ગ્રામજનોએ ઘણીવાર વહીવટી તંત્રની રજૂઆત કરવા છતાં એના નિરાકરણ માટે કોઈ નિકાલ આવતો નથી.
નદીની વચ્ચેથી અંતિમયાત્રા નીકળી…! વ્યક્તિનું મૃત્યુ થતાં ગામના લોકોને નદીની વચ્ચોવચ અંતિમ યાત્રા કાઢવી પડી – જુઓ વિડિયો… pic.twitter.com/rLpVSMoR1x
— GUJJU ROCKZ (@gujju_rockz) August 6, 2022
હાલ તો આ આખું ગામ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે તેથી તેમણે એક પુલ બનાવવા માટેની અનેક વાર રજૂઆત કરી છે અને હાલ તો તેઓ રજૂઆત કરી કરીને થાકી ગયા છતાં તેમની રજૂઆતનો કોઈ નિકાલ આવ્યો નથી ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તે માટે ગ્રામજનોની માંગ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment