દારૂની બંધ બોટલ માંથી નીકળ્યો દેડકો..! વાયરલ થયેલો વીડિયો જોઈને તમને પણ ચિતરી ચડશે – જુઓ વિડિયો

Published on: 9:55 am, Tue, 25 October 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘટનાનું વાયરલ થયેલો વીડિયો જોઈને ઘડીક વાર તો તમને પણ ચીતરી ચડશે. તમે ઘણી એવી ઘટનાઓએ સાંભળી લેશે જેમાં ખાવાની કે પીવાની વસ્તુમાં જીવજંતુઓ નીકળતા હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બંધ દારૂની બોટલ માંથી એક મરેલો દેડકો મળી આવ્યો છે. આ ઘટનાનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દારૂની બોટલ સીલપેક છે અને તેની અંદર મૃત હાલતમાં દેડકો પડેલો જ મળી રહ્યો છે.

આ ઘટના છત્તીસગઢના કોરબા જિલ્લામાં બની હતી. અહીંના એક વ્યક્તિએ સ્થાનિક બજારમાં ચાલતી દેશી દારૂની દુકાનમાંથી દારૂ ખરીદ્યું હોત. બોટલમાં મરેલો દેડકો જોઈને ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી હતી. ત્યારબાદ દુકાનદાર દ્વારા ગ્રાહકને નવી બોટલ આપવામાં આવી હતી.

જ્યારે ગ્રાહક દારૂની બોટલમાં બંધ દેડકાને લઈને દુકાને પહોંચ્યો ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને દારૂની દુકાનના સેલ્સમેને જણાવ્યું કે, એક ગ્રાહક દેશી દારૂ ખરીદીને પોતાના ઘરે લઈ ગયો હતો. આ પછી ગ્રાહક સીલપેક બોટલ લઈને દુકાને પાછો આવે છે. તેમાં મૃત હાલતમાં દેડકો પડેલો જોવા મળે છે.

દારૂ ખરીદનાર વ્યક્તિ ઉતાવળમાં દારૂની બોટલ લઈ ગયો હતો. ઘરે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે દારૂની બોટલની અંદર એક મૃત દેડકો છે. ત્યારબાદ ગ્રાહક અન્ય કેટલાક લોકો સાથે દારૂની દુકાને પહોંચ્યો અને આ વાતની જાણ દુકાનદારને કરી હતી.

દારૂની બોટલ ની અંદર દેડકો જોઈને ત્યાં ઉભેલા તમામ લોકો જ હચમચી ગયા હતા. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા નો વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દારૂની બંધ બોટલ માંથી નીકળ્યો દેડકો..! વાયરલ થયેલો વીડિયો જોઈને તમને પણ ચિતરી ચડશે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*