મિત્રએ જ મિત્રનો જીવ લઈ લીધો..! એક યુવકે પોતાના મિત્રનો જીવ લઈને મૃતદેહને જમીનમાં દાટી દીધું…જીવ લેવાનું કારણ જાણીને હચમચી જશો…

મિત્રો અમદાવાદ શહેરમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક તેવી ઘટના સામે આવી છે. અમદાવાદના વેજલપુર માંથી ગુમ થયેલા યુવકની તપાસ કરતા જાણવા મળ્યું કે યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મૃત્યુ પામેલા યુવકના મિત્રએ જ તેનો જીવ લીધો હતો અને ત્યારબાદ મૃતદેહને દફનાવી દીધું હતું.

સમગ્ર ઘટનાને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમે મૃતદેહ ને કબજે લઈને આ ઘટનાના બે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે, આરોપીની બહેન સાથે મૃતક યુવકના પ્રેમ સંબંધ હતા. જેના કારણે યુવકનો જીવ લેવામાં આવ્યો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમલી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 13 ઓગસ્ટના રોજ વેજલપુરના ગોકુળધામમાં રહેતો રોહિત ઠાકોર નામનો યુવક અચાનક ગુમ થઈ ગયો હતો. રોહિત થયો છે તેની ફરિયાદ પણ વેજલપુર પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

ત્યારબાદ પોલીસે શંકાના આધારે બે યુવકોની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, શ્રી ગણેશના મિત્ર રોહિત ઠાકર ને જમવાના બહાને ગાંધીનગર પાસે આવેલા લીલાપુર ગામે બોલાવ્યો હતો. જ્યાં રોહિતનો જીવ લઈ લેવામાં આવ્યો હતો અને તેના મૃતદેહને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો અને આરોપી ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપી શ્રીગણેશની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, રોહિતને આરોપી શ્રી ગણેશની બહેન સાથે પ્રેમ સંબંધ હતા. સંબંધ ન રાખવા માટે શ્રી ગણેશ રોહિતને અવારનવાર ટોકતો હતો. પરંતુ રોહિતે શ્રી ગણેશની બહેન સાથે વીડિયો કોલ અને મળવાનું ચાલુ રાખ્યું હતું.

જેને લઈને આરોપી શ્રી ગણેશ એ રોહિતનો જીવ લેવાનું કાવતરું કર્યું. ત્યાર પછી શ્રી ગણેશ એ પોતાના મિત્ર સુરેશ સાથે મળીને રોહિત નો જીવ લઈ લીધો. ત્યાર પછી રોહિતના મૃતદેહને જમીનમાં દાટી તેના ઉપર મીઠું નાખીને બંને આરોપીઓ ફરાર થઈ ગયા. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*