છેલ્લા થોડા દિવસોથી જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે પાલી જિલ્લાના પાદરા નજીક કુંભલગઢ વન્યજીવન અભયારણ્ય માંથી ગુરૂવારના રોજ એક યુવકનું મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યું હતું. આ યુવકના મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ 23 વર્ષીય અનિલ સોની હતું.
મળતી માહિતી અનુસાર પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો યુવક પાલ બાલાજી વિસ્તારમાં ચામુંડા જ્વેલર્સ નામની દુકાન ચલાવતો હતો. મળતી માહિતી અનુસાર દુકાનની નજીક રહેનાર રાજુ માલી નામના યુવક સાથે અનિલની સારી એવી મિત્રતા હતી. બુધવારે સાંજના સમયે અનિલ નીચામાં નિશા વાળો પદાર્થ ભેળવી દીધો હતો.
નશા વાળી ચા પીવાના કારણે અનિલ બેહોશ થઈ ગયો હતો. અનિલ બેહોશ થઈ ગયા બાદ રાજુએ પોતાના સાથીદાર મિત્રની મદદ લઈને બનેલી દુકાનમાંથી 30 લાખ રૂપિયાના ઘરેણાની ચોરી કરી અને અનિલને બેહોશ હાલતમાં પોતાની કારમાં નાખીને કુંભલગઢની અભ્યારણમાં લઈ ગયો હતો.
ત્યાં રાજુએ પોતાના સાથીદાર મિત્રની મદદથી અનિલનો જીવ લઈ લીધો અને ત્યાર બાદ તેના મૃતદેહને રસ્તાના કિનારા પર સળગાવી દીધું. જેના કારણે પોલીસને મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ થઈ શકે નહીં.પોલીસને ગુરુવારના રોજ કુંભલગઢ વન અભયારણ્યમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યું હતું.
મૃતદેહની ઓળખ અનિલ સોની તરીકે થાય હતી. ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. સીસીટીવી ફુટેજમાં જાણવા મળ્યું કે, આરોપી રાજુ કાર માંથી નીકળતો જોવા મળ્યો હતો.
મળતી માહિતી અનુસાર જે દિવસે આ ઘટના બનીતે દિવસે રાજુએ ટોયલેટ સ્ટેશન પર ટોલ બેરીકેટ આપ્યા વિના ભાગી ગયો હતો. આ વાતને લઈને પોલીસે રાજુની કારનો પીછો કર્યો હતો. ત્યારે રાજુ રસ્તા પર કાર મુકીને ભાગી ગયો હતો. હાલમાં પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment