દીકરાના લગ્ન પહેલા પિતાનું મૃત્યુ : દીકરાના લગ્ન લખીને અમદાવાદથી પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 10:35 am, Fri, 22 April 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જ ક્ષણમાં હસતા ખેલતા પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ જતી હોય છે. ત્યારે પાટણમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. પાટણ જિલ્લાના ચાણસ્માના કંબોઇ પાસે ઇકો કારનું ટાયર ફાટતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં એક જ ત્રણ સભ્યો કાળનો કોળીયો બની ગયા હતા. જ્યારે અકસ્માતની ઘટનામાં અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સાંતલપુરના અબિયાના ગામનો પરિવાર અમદાવાદ ખાતે દીકરાના લગ્ન લખીને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે તેમને અકસ્માત નડયો હતો.

મળતી માહિતી અનુસાર બે દિવસ પછી દિકરાના લગ્ન હતા. દીકરાના લગ્ન થાય તે પહેલા જ પરિવારના ત્રણ સભ્યો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ગઇકાલે બની હતી. મળતી માહિતી અનુસાર દીકરાના લગ્ન હોવાના કારણે પરિવારમાં ખુશીનો માહોલ હતો.

પરંતુ અકસ્માત બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. અબિયાના ગામના ભીખાભાઈના દીકરા ભરતના લગ્ન 24 તારીખે નક્કી કરવામાં આવ્યા હતા. બધા સગા સંબંધીઓને કંકોત્રી આપી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ગઈકાલે પરિવાર લગ્ન લખવા માટે અમદાવાદ ગયું હતું.

પરિવાર લગ્ન લખીને પરત ફરી રહ્યું હતું, ત્યારે ચાણસ્માના કંબોઇ પાસે ઇકો કારનું ટાયર ફાટતા ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં વરરાજાના પિતા ભીખાભાઈ, સોમાભાઈ અને સાત વર્ષના બાળકનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્ત થયેલા પાંચ લોકોની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. ઘટનાના પગલે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. દીકરાના લગ્નના બે દિવસ પહેલાં જ પિતાનું મૃત્યુ થતાં પરિવાર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દીકરાના લગ્ન પહેલા પિતાનું મૃત્યુ : દીકરાના લગ્ન લખીને અમદાવાદથી પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*