અમરેલીમાં બગસરાના મુંજીયાસરથી માણેકવાડા વચ્ચે એક આઈસર ટ્રક માં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગવાના કારણે સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો. જિલ્લામાં હાઈવે રોડ પર અચાનક જ આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે.
આ ઉપરાંત થોડા દિવસ પહેલા પણ ઢસા રોડ પર એસ.ટી બસમાં અચાનક આગ લાગી ઉઠી હતી. ત્યારે અમરેલી વિસ્તારમાં એક કારમાં પણ આગ લાગી હતી. આ ઉપરાંત તાજેતરમાં જાફરાબાદ તાલુકામાં આવેલા દુધાળામાં પણ એક ટ્રકમાં આગ લાગી હતી.
બગસરાના મુંજીયાસરથી માણેકવાડા વચ્ચે ટ્રકમાં અચાનક લાગી આગ, ટ્રક ડ્રાઈવરનો બચાવ… pic.twitter.com/tW3WtgWKfS
— GUJJU ROCKZ (@gujju_rockz) October 27, 2021
ખાલી ભચાઉ હાઇવે રોડ પર દિવસેને દિવસે વધી રહી છે. મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના મેંદરડા થી સાતારા મંગળવારના રોજ એક આઈસર ટ્રક પશુઓ નો ચારો ભરીને જઈ રહ્યું હતું. આ દરમિયાન રસ્તામાં અમરેલી નજીક બગસરાના મુંજીયાસરથી માણેકવાડા વચ્ચે અચાનક જ ટ્રકમાં આગ લાગી ઉઠી હતી.
આ ઘટના બનતા જ થોડીક વાર હાઈવે રોડ પર અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ટ્રકની અંદર ભરેલો ચારો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો. આ ઉપરાંત ઘટના ટ્રકને પર ભારે નુકસાન થયું હતું.
મળતી માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની ત્યારે ટ્રક ચાલક ટ્રક સાઇડમાં રાખીને તાત્કાલિક ટ્રકમાંથી નીચે ઉતરી ગયો હતો. આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો ઘટનાસ્થળે મદદ માટે દોડી આવ્યા હતા. સવાર સુધી આગના કારણે ધુમાડા નીકળતા રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment