પાકિસ્તાન સામેની ભારતની હાર ને લઈને ખેડૂત નેતા રાકેશ ટીકૈતે પ્રધાનમંત્રી મોદી ને ગણાવ્યા દોષિત,જાણો શું કહ્યુ?

57

ભારત તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ખરાબ રીતે હારી ગયું હતું. ભારત માટે આ હાર તેનાથી પણ મોટી હતી કારણ કે ભારત અત્યાર સુધી વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાન સામે ક્યારેય હાર્યુ ન હતું. આ અંગે દેશમાં પણ નારાજગી છે જોકે લોકો રમતમાં જીત અને હારની હકીકતને પણ સ્વીકારી રહ્યા છે.

આ બધાની વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટીકૈત એ આ અંગે વિચિત્ર નિવેદન આપ્યું છે.તેઓએ કહ્યું કે મને ગામના લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારત સરકારને આ મેચ હરાવી છે જેથી તે બે સમુદાય વચ્ચે વિવાદો ઉભા કરી શકે. તેમના જવાબ પછી પત્રકારે તેને ફરી એક વાર પૂછ્યું કે

શું તમે માત્ર સરકાર પર જ નહીં પરંતુ ભારતીય ખેલાડીઓ પર આરોપ લગાવી રહ્યા છો, જેના જવાબમાં તેમણે કહ્યું કે તે માત્ર સરકાર પર આરોપ લગાવી રહ્યા છે.આ મેચ ને મોદી સરકારે હરાવી છે જેથી દેશના કેટલાક ભાગોમાં ફટાકડા ફૂટે અને અહી હિન્દુ-મુસ્લિમ વચ્ચે ઝઘડો થયો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!