નવસારીમાં કોફીશોપમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર નવસારીની પારસી હોસ્પિટલથી આગળ આવેલી નવસારી વિજલપોર નગરપાલિકાના શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવેલી કોફી શોપની દુકાનમાં શુક્રવારના રોજ અચાનક આગ લાગી ઉઠી હતી.
પ્રાથમિક તપાસ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે શોર્ટ સર્કિટના કારણે કોફી શોપમાં આગ લાગી હતી. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી ગઈ હતી. આ ઘટના બનતા જ સ્થાનિક લોકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી દીધી હતી.
ઘટનાની જાણ થતા ફાયર વિભાગના ત્રણ વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને કોફી શોપમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના ‘એ જંક યાર્ડ નામની કોફી શોપની અંદર બની હતી.
નવસારીમાં પારસી હોસ્પિટલ પાસે આવેલી કોફી શોપમાં અચાનક આગ લાગી ઉઠી, આગ લાગતા અફરાતફરી મચી ગઈ… pic.twitter.com/LjeJLA7FVA
— GUJJU ROCKZ (@gujju_rockz) December 11, 2021
મળતી માહિતી અનુસાર કોફી શોપની અંદર પહેલા ધુમાડા નીકળવા લાગ્યા અને ટૂંક સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. નવસારી વિજલપોર નગરપાલિકા છેલ્લા અનેક સમયથી કોમર્શિયલ દુકાન અને રહેણાંક મકાનોમાં ફાયરસેફ્ટી મૂકવાની ફરજિયાત કરી હતી.
આ ઉપરાંત જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને દંડ પણ કરવામાં આવશે. ત્યારે આ ઘટના બની ત્યારે કોફી શોપની અંદર કોઈપણ વ્યક્તિ હાજર ન હતું તેના કારણે કોઇ મોટી ઘટના બની નથી. પરંતુ આ ઘટના બનતા આસપાસના દુકાનદારો માં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment