સુરતના પાંડેસરા વિસ્તારમાં મુસાફરોથી ભરેલી સીટી બસમાં અચાનક આગ લાગે ઉઠી, ઘટનાસ્થળે ભાગદોડ મચી ગઈ…

સુરતના પાંડેસરા ભીડભંજન પેટ્રોલ પંપ પાસે ચાલતી સીટી બસમાં અચાનક આગ લાગી હતી તેના કારણે મુસાફરોમાં ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં કેટલાક મુસાફરો તો એટલા ડરી ગયા હતા કે તેઓ ચાલુ બસમાંથી નીચે ઉતરવા માટે મજબૂર બની ગયા હતા.

ચાલતી બસ માંથી અચાનક ધુમાડા દેખાતા જ ડ્રાઇવર યોગ્ય સમયે બસને રોડની સાઈડમાં પાર્ક કરીને તમામ પેસેન્જરોની બસ માંથી તાત્કાલિક નીચે ઉતારી દીધા હતા. બસમાં નીકળતા ધુમાડા ઓ જોઈને બાજુના પેટ્રોલ પંપ ના કર્મચારીઓ ફાયર સેફટી ના બાટલા રહીને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અને આગ પર કાબુ મેળવી લીધો હતો. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિએ જણાવ્યું કે તેઓ જ્યારે સ્ટેશન થી ભીડભંજન તરફ જઈ રહ્યા હતા. ત્યારે ચાલુ બસમાં થી એક હોમગાર્ડ મહિલાને કૂદકો મારતા જોઈ.

જ્યારે મે દોડી ને જોયું તો ગિયર બોક્સ માં આગ લાગે ઉઠી હતી. મળતી માહિતી અનુસાર બસની અંદર રાખવામાં આવેલો ફાયરનો બાટલો પણ ખાલી હતો.

ઘટનાની જાણ થતા તાત્કાલીક પેટ્રોલ પંપ ના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા તેના કારણે ટૂંક સમયમાં આગ કાબુ મેળવી ગયો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે અંદાજે બસની અંદર 15 મુસાફરો સવાર હતા.

મળતી માહિતી અનુસાર ગિયર બોક્સ પર મુકવામાં આવેલ કપડા ના કારણે આગ લાગી ગઈ હતી. ડ્રાઇવર તે સળગતું ઝૂંપડું જોઇને બહાર ફેંકી દીધું હતું. અને ત્યારબાદ ડ્રાઇવર પોતે બસના કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*