આજે ભીની આંખે અંતિમ વિદાય આપશે આખો દેશ,સાંજના આટલા વાગ્યે બિપિન રાવત ના અંતિમ સંસ્કાર

Published on: 10:08 am, Fri, 10 December 21

ભારતના વીર સપૂત જનરલ બિપિન રાવત અંતિમ સફરે ઉપડશે ત્યારે દેશ આખો રડી પડશે અને ભગવાન આવો દિવસ કોઈને ન દેખાડે. આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ ધોળાકુઆના બરાર સ્ક્વેર માં અંતિમ સંસ્કાર આપવામાં આવશે.

દિલ્હીના પાલમ એરપોર્ટ પર શ્રધ્ધાંજલિ સમારોહ બાદ શુક્રવારે 11 વાગ્યે જનરલ વિક્રમ રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતનું પાર્થિવ શરીર તેમના સરકારી નિવાસ સ્થાને 3 કામરાજ માર્ગમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

બપોરે બે વાગ્યે તેમના પાર્થિવ શરીરને સેનાના ત્રણેયના મિલેટ્રી બેડ ની સાથે ધોળાકુઆના બરાર સ્ક્વેર ખાતે લઇ જવાશે અને સાંજના લગભગ ચાર વાગ્યાની આસપાસ તેઓને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.તેમની પુત્રીઓ મુખાગ્રી આપે તેવી શક્યતાઓ છે.

પુત્રી કાર્તિકા અને તારિણી પિતાના દેહ ને મુખાગ્રી આપે તેવી શક્યતા અને પરિવારના બીજા સભ્યો પણ મુખાગ્રી આપી શકે છે. રાવત દંપતિને સંતાનમાં બે પુત્રીઓ છે. આ બંને પુત્રીઓ માતા પિતા ને શ્રદ્ધાંજલિ આપવા પાલમ એરપોર્ટ આવી હતી.

માતા-પિતાના તાબૂત આવ્યા ત્યારે બંને દીકરીઓને સંભળાવી પડે તે હદે રડી પડી હતી. માતા-પિતાના તાબૂત નો સ્પર્શ કરતા બંને જાણે કહી રહી હતી કે મમ્મી પપ્પા તમે મને એકલા મૂકી ને ચાલ્યા ગયા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!