ધર્મ નગરીમાં ગંગાના કિનારે હજારો લોકો દરરોજ પોતાના પાપ ધોવા આવે છે ત્યારે પુત્ર એ તેના બીમાર પિતાની કડકડતી ઠંડીમાં છોડી દીધા છે. વડીલને તારા વગર ખુલ્લા આકાશ નીચે રાત વિતાવવા ની ફરજ પડી છે. તેમને કહ્યું કે તેના પુત્રને ખૂબ પ્રેમથી ઉછેર્યો
અને તેને સારું શિક્ષણ આપ્યું પરંતુ તેને ક્યારેય વિચાર્યું ન હતું કે તેમની સાથે તે આવું કરશે.મળતી માહિતી મુજબ લગભગ એક મહિના પહેલા 70 વર્ષીય પિતાને તેનો પુત્ર સારવાર કરાવવાના નામે હરિદ્વાર લાવ્યો અને અહીં રેલવે સ્ટેશન પર બેસીને તેને કેટલાક કાગળો પર સહી કરાવી અને દવા લઈને હુ આવું તેમ કહીને ચાલ્યો ગયો.
ત્યારે કલાકો સુધી ના આવ્યો ત્યારે બીમાર વડીલે તેને અહીં થી શોધવા લાગ્યા પરંતુ ઘણા દિવસો થઈ ગયા તે પાછો ન આવ્યો. ત્યારથી આજ દિવસ સુધી પેરાલીસીસ પીડિત પિતા ઠોકર ખાઈ ને ભીખ માંગીને પોતાનું પેટ ભરવા મજબૂર છે.
થોડાક દિવસ પહેલા મદદ માટે રેલ્વે ચાઇલ્ડ હેલ્પલાઇન પર પહોંચેલા વૃદ્ધે પોતાની આપવીતી સંભળાવી.આજે પણ ઘણા વડીલો છે જેમને તેમના પુત્રો દ્વારા ઘરની બહાર કાઢી મુકવામાં આવે છે અને તેઓ ઘર ઘર ની ઠોકરો ખાવા મજબૂર થાય છે. કેટલાક પુત્રો તો તેના પિતાને અને માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment