નવસારીમાં એક પિતાએ પોતાની 5 વર્ષની દીકરી સાથે અંબિકા નદીમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના…

Published on: 10:34 am, Sun, 16 January 22

નવસારી તાલુકાના નવાગામમાં બનેલી એક ખૂબ જ દુઃખ દાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં એક પિતાએ પોતાની 5 વર્ષની દીકરી સાથે અંબિકા નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. નવાગામ ખાતે રહેતા કેયુર નરેશભાઈ પટેલ ગઈકાલે પોતાને કોઈ અંગત કારણોસર પોતાની 5 વર્ષની દીકરી વિહાના સાથે સાલેજ ગામમાં પાસેથી પસાર થતી અંબિકા નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

મળતી માહિતી અનુસાર પરિવારજનો પિતા અને પુત્રીની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે તેમણે અંબિકા નદીના કિનારે તેઓની બાઈક મળી હતી. આ સમગ્ર ઘટનાને લઇને ગણદેવી પોલીસ સહિત વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

અને નદીમાં પિતા અને દિકરીની શોધખોળ શરૂ કરી હતી. બધી માહિતી અનુસાર 24 કલાક બાદ પિતા અને દીકરીનું મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને લઇને પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

મળતી માહિતી અનુસાર કેયુરભાઈ ગઈકાલે પોતાની પાંચ વર્ષની દીકરી સાથે પોતાની બાઇક લઇને સાલેજ ગામ તરફ જવા નીકળ્યા હતા. ત્યારબાદ તેઓએ અંબિકા નદી પાસે પહોંચી સૌપ્રથમ પોતાનો મોબાઇલ અને પર્સ બાઇકની ડીકીમાં મૂકી દીધું અને પોતાના ચંપલ બાઈક ની બાજુમાં મૂકી દીધા હતા.

અને ત્યારબાદ પોતાની દીકરી વિહાના સાથે અંબિકા નદીમાં કુદી ગયા હતા. ત્યાર બાદ ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે બંનેના મૃતદેહને નદીમાંથી શોધી કાઢ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નવસારીમાં એક પિતાએ પોતાની 5 વર્ષની દીકરી સાથે અંબિકા નદીમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*