ઝડપી કારે બાઈક ચાલકને લગાવી જોરદાર ટક્કર, બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સામે આવ્યા છે. અકસ્માતના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને તમે પણ ધ્રુજી જશો. આ ઘટનામાં એક ઝડપી કારે બાઇક ચાલકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક હવામાં ઉછળીને દૂર જઈને પડ્યો હતો.

કારની ટક્કરના કારણે બાઈક પર રાખેલું અનાજ પણ હવામાં ઉછળીને રોડ પર વિખરાઈ ગયું હતું. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, ખૂબ જ ઝડપે જાતિ કાર રોડ ક્રોસ કરી રહેલા બાઇક ચાલકને અડફેટેમાં લે છે. જેના કારણે બાઇક ચાલક દૂર જઈને પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના સામેલ-ચેન્નાઇ નેશનલ હાઈવે ઉપર બની હતી. અકસ્માતની ઘટનામાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા બાઇક ચાલક યુવકનું નામ મુથુસ્વામી હતું. તે બાઈક લઈને મડાવચેરી ગામથી વેલુ વિરુધાચલમ જઈ રહ્યો હતો.

ત્યારે રસ્તામાં તેને ગંભીર અકસ્માત નડ્યો હતો. તે જ્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવતીકાલે તેને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટના બની આબાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા આવી હતી.

મૃત્યુ પામેલા બાઈક ચાલકના મૃતદેહને પોસ્ટમોટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આરોપી કાર ચાલક પૂડુચેરીનો રહેવાસી છે. હાલમાં તે ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*