મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે. જેઓ પોતાના સપના પૂરા કરવા માટે દિવસ-રાત મહેનત કરતા હોય છે. ત્યારે આજે આપણે એક એવી દીકરીની વાત કરીશું જેને પોતાનું સપનું સાકાર કરી બતાવ્યું છે. ખૂબ જ નાની ઉંમરમાં જોયેલું સપનું દીકરીએ સાકાર કરીને પોતાના માતા પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કિમોજ ગામની ઉર્વેશી દુબે નામની દીકરી પાયલોટ બની ગઈ છે. ઉર્વશી જ્યારે 6 વર્ષની હતી. ત્યારે તેને પાયલોટ બનવાનું સપનું જોયું હતું અને દીકરીએ આજે દિવસ રાત મહેનત કરીને પોતાનું પાયલોટ બનવાનું સપનું સાકાર કર્યું છે.
ખેડૂતની દીકરી ઉર્વશી દુબે જ્યારે પાયલોટ બનીને પોતાના ઘરે આવી ત્યારે જે લોકો દીકરીની મજાક ઉડાડતા હતા. તે લોકોની બોલતી બંધ થઈ ગઈ હતી અને તે લોકો પણ દીકરીને અભિનંદન કરવા માટે આવી પહોંચ્યા હતા. ખેડૂત અશોકભાઈ અને નીલમબેન ની દીકરી ઉર્વશી ધોરણ-6 માં અભ્યાસ કરતી વખતે આકાશમાં ઉડતું વીમા અને જોઈને તેના મનમાં ઘણા સવાલો ઊભા થયા હતા.
તેને વિચાર્યું હતું કે આ પ્લેન ઉડાડવા વાળો એક માણસ જ હશે અને ત્યારથી ઉર્વશીએ પાયલોટ બનીને પ્લેન ઉડાડવાનું નક્કી કર્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે ઉર્વશીનો પાયલોટ બનવાનો તેના કાકાએ ઉઠાવ્યો હતો. પરંતુ કોરોનાની મહામારી દરમિયાન ઉર્વશીના કાકાનું દુખદ નિધન થયું હતું.
ત્યારબાદ તેને ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણી બધી તકલીફો અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને આજે દીકરી પાયલોટ બની ગઈ છે. કાકાના મૃત્યુ બાદ ઉર્વશીને ઈન્દોરમાં એડમિશન મળ્યું હતું. મિત્રો તમને જણાવી દે કે ઉર્વશી અને એમના પિતાએ બેંકમાં લોન માટે પણ ઘણા બધા ધક્કા ખાઈને દીકરીને પાયલોટ બનાવી છે.
ઉર્વશીને 15 જાન્યુઆરીના રોજ પાયલોટનું લાયસન્સ મળ્યું છે. માત્ર 22 વર્ષની ઉંમરે દીકરીએ પાયલોટ બનીને પોતાના માતા પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં દીકરી ઉર્વશીની જો વાતો થઈ રહી છે અને લોકો તેમને પાયલોટ બનવાના ખૂબ જ અભિનંદન પાઠવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment