હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થતા અકસ્માતની ઘટના સર્જાઇ હતી. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર કાકા અને ભત્રીજીએ પોતાનો જીવ ગુમાવ્યો(Uncle-niece died in an accident) છે. ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો અડધો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો.
ઉપરાંત અકસ્માતની ઘટનામાં અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના શુક્રવારના રોજ રાત્રે નેશનલ હાઈવે 56 ઉપર બની હતી. અકસ્માતની ઘટનાની જાણ થતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના બાસવાડામાં બની હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળે જમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે એક પરિવાર શુક્રવારના રોજ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયું હતું. લગ્ન પૂર્ણ થયા બાદ પરિવાર શુક્રવારના રોજ રાત્રે જ ઘરે આવવા માટે નીકળી ગયું હતું. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર કાકા રાજેશ સેઠ અને ભત્રીજી વેણીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.
લગ્નમાંથી કારમાં પરત આવતા પરિવારને રસ્તામાં ડમ્પર ચાલકે કચડી નાખ્યો, કારમાં સવાર કાકા-ભત્રીજીનું એક સાથે મોત… હજુ થોડા દિવસ પહેલા જ ભત્રીજીની… pic.twitter.com/VpWHVEkJ16
— GUJJU ROCKZ (@gujju_rockz) May 13, 2023
જ્યારે એક મહિલા અને ગામના અન્ય એક યુવક અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ અને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવી હતી. કાકા-ભત્રીજીનું એકસાથે દર્દનાક મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.
જાણવા મળી રહ્યો છે કે મૃત્યુ પામેલી ભત્રીજી ની સગાઈ થોડાક દિવસો પહેલા જ થઈ હતી. તેવામાં અકસ્માતની ઘટનાની જાણ થતા સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઈને ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment