માટીથી ભરેલા ડમ્પરે સર્વિસ રોડ પર ઉભેલા બાળકને કચડી નાખ્યો, બાળકનું દર્દનાક મોત… પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો…

Published on: 6:35 pm, Mon, 28 August 23

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. હાલમાં જ પ્રાતીજ તાલુકાના દલપુર પાસે રવિવારે બપોરે એક હોટલ સામે આવેલા સર્વિસ રોડની પાસે ગલ્લા નજીક ઉભેલા એક બાળકને ઓવરલોડ માટી ભરીને પૂરઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે બેદરકારીને કારણે બાળકને ટક્કર મારીને કચડી નાખતા લોહી લુહાણ હાલતમાં કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

જોકે અકસ્માત કરી ડમ્પરચાલક ડમ્પર મૂકીને નાસી ગયો હતો. ઘટનાની જાણ પરિવારજનો અને આસપાસના ગ્રામજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આક્રોશ વ્યક્ત કરીને બે કલાક સુધી એક તરફનો માર્ગ બંધ કરી દીધો હતો. ઘટનાની જાણ કરતા એલસીબી, એસઓજી સહિત જિલ્લાની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

પ્રાંતિજ પોલીસે અકસ્માત અંગે ડમ્પર ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના રણછોડપુરા ગામના રણવીરસિંહ તેના કાકા દિલીપસિંહ, તેની બહેન પુષ્પા તથા ઉર્વશી સાથે બાઈક પર દલપુર નજીક દિલીપસિંહના સંબંધથી કિસ્મતસિંહ મકવાણા આવવાના હોવાથી સર્વિસ રોડ પર સાઈડ પર બાઈક પાર્ક કરીને રણવીર સિંહ, પુષ્પા અને ઉર્વશી ત્રણે ગલ્લા પાસે ઊભા હતા.

કિસ્મત સિંહ મકવાણા બાલીસણાથી દલપુર આવી પહોંચતા દિલીપસિંહને મળીને વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન પ્રાંતિજ તરફથી સર્વિસ રોડ પર ઓવરલોડ માટી ભરેલો ડમ્પર ચાલકે પૂર ઝડપે અને બેદરકારી રીતે હંકારી લાવી રણવીરસિંહ પ્રકાશસિંહ ચૌહાણ ને અડફેટે લઈને ટક્કર મારીને ડમ્પર નીચે કચડી નાખ્યો હતો.

જેના કારણે માસુમ બાળકનું ગંભીર ઇજાઓને કારણે લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાની આસપાસ લોકો દોડી આવ્યા હતા, જોકે ડમ્પર ચાલક ડમ્પર મૂકીને નાસી ગયો હતો. આ ઘટનાની જાણ થતા મૃતક બાળક રણવીર સિંહ પ્રકાશ સિંહ ચૌહાણના સગા સંબંધીઓ તથા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આક્રોશ થી ભરેલા લોકોએ બે કલાકથી વધુ સમય સુધી એક તરફનો રોડ બંધ કરી દીધો હતો. ત્રણ ભાઈઓના પરિવાર વચ્ચે એક જ પુત્ર હોવાને કારણે તેના મોતથી આખા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માટીથી ભરેલા ડમ્પરે સર્વિસ રોડ પર ઉભેલા બાળકને કચડી નાખ્યો, બાળકનું દર્દનાક મોત… પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*