સુરતના વેસુ વિસ્તારમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બે વર્ષની માસુમ બાળકી સાથે કંઈક એવું બન્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. વેસુ વિસ્તારમાં વધુ એક બે વર્ષની બાળકી એક નરાધમ વ્યક્તિના હવસનો શિકાર બની છે. સુરતમાં દિવસેને દિવસે આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સુરતના વેશુ સીટી લાઈટ વિસ્તારમાં બે વર્ષની બાળકી સાથે શ્રમિક પરિવાર રોડ ઉપર સૂતો હતો. ત્યારે રોડ ઉપરથી પસાર થઈ રહેલા ડમ્પર ચાલક માસુમ બાળકીને ઉપાડી ગયો હતો. આ નરાધમ યુવક બાળકીને ઉપાડીને મગદલ્લા નજીકના ખુલ્લી આવવાનું જગ્યાએ લઈ ગયો હતો.
ત્યાં જઈને નરાધમે માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. મળતી માહિતી અનુસાર જ્યારે ડમ્ફર ચાલક જ્યારે બાળકીને ઉપાડીને લઈ જઈ રહ્યો હતો. ત્યારે તેની બાજુમાં સૂઈ રહેલી મોટી બેનની ઊંઘ ઊડી ગઈ હતી. નાની બેનને કોઈ ઉપાડી જતા જ તેને બૂમાબૂમ કરી હતી. જેના કારણે માસુમ બાળકીના માતા પિતા જાગી ગયા હતા.
ત્યારબાદ ત્યાં હાજર તમામ લોકો બાળકીને બચાવવા માટે રોડ ઉપર દોડ્યા હતા. પરંતુ તેને પકડે તે પહેલા તો નરાધમ યુવક બાળકીને લઈને ભાગી ગયો હતો. ત્યારબાદ બાળકીના પરિવારના લોકો પોલીસનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે વેસુ પોલીસ મથકની પ્રેટોલિંગ કરતી PCR વાન ત્યાંથી પસાર થઈ હતી.
શ્રમિક પરિવારે આ સમગ્ર ઘટનાની જાણ મહિલા હેડ કોન્સ્ટેબલને કરી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ તાત્કાલિક ધોરણે કંટ્રોલરૂમમાં કરવામાં આવી હતી. મહિલા કોન્સ્ટેબલ અને પોલીસ કંટ્રોલ રૂમની સતકતાને લઈને પોલીસે નરાધમ યુવકને પકડી પાડ્યો હતો. આ ઘટનામાં માસુમ બાળકોનો જીવ બચી ગયો છે. મળતી માહિતી અનુસાર પોલીસે મગદલ્લા કેનાલ રોડ પર બિનવારસી હાલતમાં ડમ્પર રસ્તા પર જોયું હતું.
પોલીસે જ્યારે ત્યાં તપાસ કરી ત્યારે માસુમ બાળકી કેનાલ રોડ ઉપર પાસેથી મળી આવી હતી. પોલીસે ડમ્પર ચાલકને ત્યાંથી જ ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર નરાધમ યુવક બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવ્યા બાદ તેનો જીવ લેવાની ફીરકમાં હતો. પરંતુ પોલીસ યોગ્ય સમયે ત્યાં પહોંચી ગઈ જેના કારણે બાળકીનો જીવ બચી ગયો હતો.
આ ઘટનામાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. ત્યાં બાળકીનું મેડિકલ પરીક્ષણ થયું હતું. બાળકીનું મેડિકલ પરીક્ષણ કર્યા બાદ જાણવા મળ્યું કે, બાળકીનું તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ છે. નરાધમ યુવકના કારણે બાળકીના ગુપ્ત ભાગમાં ગંભીર ઇજા પહોંચતી છે. તમે જ કહો આવા નરાધમ લોકો સાથે શું કરવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment