દીકરીનો જન્મ થતાં જ પરિવારમાં એક અલગ ખુશી! પિતા પોતાની લાડલી દીકરીને હેલિકોપ્ટરમાં ઘરે લાવ્યા – જુઓ આ હદય સ્પર્શી વીડિયો

આજે આપણે એક એવા પ્રસંગ વિશે વાત કરીશુ કે, તમને સાંભળીને નવાઈ લાગશે અને ખાસ કરીને વાત કરીયે તો આજ ના યુગમાં લોકો દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ દર્શવતા હોઈ છે. ત્યારે આજે તમે આ સમાચાર વાંચીને દીકરા અને દીકરી વચ્ચે નો ભેદ ઉશ્કેરી શકશો અને આશ્ચર્યમાં મુકાય જશો આ સમાચાર છે. એક પરિવારમાં એક દિકરી નો જન્મ થતા ખુશી વ્યાપી અને પરિવાર ના સભ્યોમાં ખુશી નો પાર ના રહ્યો.

આ સમાચાર મહારાષ્ટ્ર એક પરિવાર ના ઘરે દીકરી નો જન્મ થયો. ત્યારે તેમના પરિવારે ઉમંગ થી દીકરી નું ભવ્ય સ્વાગત કર્યું અને એ પણ અનોખી રીતે કરવામાં આવ્યું. જે જોઈને સૌ લોકો ને નવાઈ લાગશે. પરિવારે દીકરીને ગામમાં લઈ જવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી.

એટલી બધી ખુશી નો માહોલ સર્જાયો હતો કે પરિવારજનો એ એક ભાડે હેલિકોપ્ટર મંગાવીને તેમાં દીકરીને ઘરે લાવવામાં આવી. આ વાત સૌ લોકોના દિલ જીતી લેશે અને આ વિડિઓ હાલ સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે. જયારે હેલિકોપ્ટર માં આ દીકરીનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે અનેરો નજારો જોવા મળ્યો અને લોકો માં પણ ખુશી જોવા મળી.

આ વિડિઓ ને ખુબજ વાયરલ કરી રહ્યા, જેથી કરીને છોકરો-છોકરી માં ભેદભાવ રાખનાર લોકો જાગૃત થઇ શકે અને નવી પ્રેરણા મળે.આ વિડિઓ જોઈને લોકો માં અઢળક ચર્ચાઓ થઈ રહી છે. આ વિડીયો ANI ન્યુઝ એજન્સીએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે.

અને પરિવાર માં દીકરી નો જન્મ થવાથી અનેરો આનંદ જોવા મળ્યો હતો.સમાજની આંખો ખુલે અને દીકરો -દીકરી એક સમાન જેવા નારાઓ લગાવે તો ઘણો એવો સમાજ માં સુધારો આવી શકે છે અને પ્રેરણા પ્રાપ્ત થાય છે. આ જન્મેલી દીકરી ના પિતા ને પૂછવામાં આવ્યું તો કહેતા કહ્યું કે, ‘અમારા પરિવારમાં કોઈ છોકરી નથી, તેથી દીકરી નો જન્મ થતા તેને ખાસ બનવવા માટે અમે એક લાખ રૂપિયા ની હેલિકોપ્ટર રાઇડ્સ ની વ્યવસ્થા કરી’.

ત્યારે કહી શકાય કે “દીકરી વહાલનો દરિયો” એ વાત આ એક પિતા એ સાબિત કરી બતાવ્યું છે .આ દીકરી ના પિતા એવા વિશાલ જરેકરે આ પ્રસંગ દ્વારા સમાજ ને સંદેશ આપતા કહ્યું કે દીકરી હોઈ કે દીકરો બંને ને સમાન ગણી ને સમાન માન આપવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*