માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! ગેમ રમતી વખતે બે ભાઈઓ સાથે થયું એવું કે, બંને ભાઈઓએ ગુમાવ્યા પોતાના જીવ – જાણો સમગ્ર ઘટના

Published on: 4:01 pm, Wed, 6 April 22

આજના મોબાઈલના જમાનામાં કેટલાય લોકોએ મોબાઈલના ચક્કરમાં પોતાના જીવ ગુમાવ્યા હશે. લોકો હવે પોતાના જીવન કરતા પોતાના મોબાઈલને વધુ મહત્વ આપતા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં મોબાઈલના ચક્કરમાં બે ભાઇઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુઃખદાયક ઘટના કાનપુરના ચકેરી ગામમાં બની હતી.

મળતી માહિતી અનુસાર મોબાઇલમાં વ્યસ્ત બે પિતરાઇ ભાઇઓ ટ્રેનની અડફેટમાં આવી જતા બંને પોતાના જીવ ગુમાવ્યા હતા. ચકેરી ગામના રહેવાસી રામદેવ કુલેરનો 15 વર્ષીય પુત્ર આર્યન અને તેનો પિત્રાઇ ભાઇ સાથે મોબાઈલ માં ફ્રી ફાયર ગેમ રમતા હતા.

બન્ને ભાઈઓ ગેમ રમવામાં એટલા મશગુલ થઈ ગયા કે બન્ને ભાઈઓ રેલવે ટ્રેક પર ચાલવા લાગ્યા હતા. બન્ને ભાઈઓ મોબાઇલમાં આટલા વ્યસ્ત હતા કે સામેથી ટ્રેન આવતી હતી તેની પણ તેમને ખબર નહોતી. છેવટે બંને ભાઈઓ ટ્રેનની અડફેટેમાં આવી ગયા હતા.

આ કારણોસર બંને ભાઈઓના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર બંને ભાઈઓએ કાનમાં ઈયરફોન પહેર્યા હતા. આ કારણોસર તેમને ટ્રેનનો હોન સંભળાયો નહીં. જેના કારણે બંને ટ્રેનની અડફેટેમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે આ ઘટનાની જાણ બાળકોના પરિવારજનો ને કરી હતી. મળતી માહિતી અનુસાર બંને ભાઈઓએ પોતપોતાના પરિવારના એક માત્ર પુત્ર હતા. પુત્રોનામૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં આર્યન અને અંશુ નામના બાળકનું મૃત્યુ થયું છે.

આ ઘટના બનતા જ ચારે બાજુ ચકચાર મચી ગઇ હતી. એટલા જ માટે તમારા બાળકોનું પણ ધ્યાન રાખો કે તે ખૂબ જ મોબાઈલમાં વ્યસ્ત રહે. અને તમારૂ બાળક મોબાઇલમાં શું કરી રહ્યો છે અને શું જોઈ રહ્યો છે તેનું પણ ચોક્કસ ધ્યાન રાખો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! ગેમ રમતી વખતે બે ભાઈઓ સાથે થયું એવું કે, બંને ભાઈઓએ ગુમાવ્યા પોતાના જીવ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*