એક ખતરનાક વાઘ રસ્તા ઉપર આંટાફેરા મારતો નજરે પડ્યો, આ દરમિયાન એક યુવકે વાઘ પાસે જઈને કહ્યું એવું કે – જુઓ ચોંકાવનારો વિડિયો…

તમે સોશિયલ મીડિયામાં ઘણો અવાર-નવાર વિડીયો જોયા હશે. ઘણા વિડીયો તમને ખડખડાટ હસાવી દેતા હોય છે અથવા ઘણા વિડીયો જોઈને તમે ચોંકી ઉઠતા હોવ છો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમારા રૂંવાટા ઉભા થઇ જશે. તમે ઘણી વખત એવા બનાવો સાંભળ્યા છે, જેમાં જંગલી પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી જતા હોય છે.

અને સોશિયલ મીડિયામાં આવી ઘટનાના ઘણા વિડિયો પણ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વાઘનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલો આ વિડીયો મેક્સિકોના એક શહેરનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો, એક ખતરનાક વાઘ અચાનક માનવ વસ્તીમાં આવી પહોંચે છે.

રસ્તા ઉપર વાઘને જોઈને ત્યાંના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. વાઘને જોઈને રસ્તા પર ઉભેલા લોકો પોતાના ઘર તરફ દોડવા લાગ્યા હતા. રસ્તા પર આંટા ફેરા માર્યા બાદ વધુ એક કારની પાસે આવીને આરામથી બેસી જાય છે. ત્યાં ઉભેલા લોકો દૂર ઊભા રહીને આ સમગ્ર નજારો જોતા હોય છે.

ત્યારે અચાનક જ ત્યાં એક વ્યક્તિ દોરડું લઈને આવે છે. આ વ્યક્તિ કોઈ પણ પ્રકારના ડર વગર વાઘની પાસે જાય છે અને તેના માથા પર હાથ ફેરવવા લાગે છે. ત્યારબાદ વાઘ ઉભો થઈને તે વ્યક્તિની સાથે ચાલવા લાગે છે. ત્યારબાદ તે વ્યક્તિ ધીમે ધીમે વાઘના ગળામાં દોરડું નાખે છે અને તેને પકડીને લઈ જાય છે.

આ ખતરનાક યુવકને જરાક પણ નુકસાન પહોંચાડતો નથી. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકો ચોંકી ઉઠયા છે. આ વીડિયો ટ્વિટર પર Amazing Posts નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો અત્યાર સુધીમાં 21 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, આ વાઘ તે વ્યક્તિનો પાલતુ હશે. આ ઉપરાંત ઘણા લોકો રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*