દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી અને કોરોના ની બીજી લહેર માં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે અને દિવસે ને દિવસે કોરોના ની બીજી લહેર ઘટી રહી છે.
અનેક રાજ્યોમાં કોરોના ની બીજી લહેર ઘટતા લોકડાઉન ના પ્રતિબંધો હળવા પણ કર્યા છે. તેવામાં દેશમાં અનેક એવા રાજ્યો છે કે ત્યાં કોરોના કેસ ઘટતા નથી જોવા મળ્યા.
તેમાં મહારાષ્ટ્ર, તેલંગાના, આસામ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ સહિત આઠ રાજ્યોમાં કોરોનાની મહામારી ઘટતી નથી પરંતુ દિવસે ને દિવસે વધતી જાય છે.
આ દરમ્યાન આસામમાં સાત જિલ્લાઓમાં સંપૂર્ણ રીતે લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે. આસામના આ સાત જિલ્લાઓમાં કાલથી લૉકડાઉન લાગુ થશે.
અને જ્યાં સુધી કોઈપણ પ્રકારની નોટિસ નહીં આપવામાં આવે ત્યાં સુધી લૉકડાઉન રહેશે. ઉપરાંત આ સાત જિલ્લાઓમાં કરફયૂ કડક અમલ કરવામાં આવશે. તેમજ સાથે જિલ્લાઓમાં ખાનગી અને સરકારી પરિવહન, દુકાનો અને રેસ્ટોરન્ટ બંધ રહેશે.
આ ઉપરાંત આવતીકાલથી ઇન્ટર સ્ટેટમેન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આસામમાં અત્યાર સુધીમાં કોરોના ના કારણે 4683 મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 491561 લોકોને કોરોના માંથી મુક્તિ અપાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment