સુરતમાં વહેલી સવારે મિત્ર સાથે ઘરે જઈ રહેલા, કાપડના વેપારીનું રસ્તામાં અકસ્માતમાં કમકમાટીભર્યું મોત… 5 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 12:35 pm, Mon, 13 February 23

સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજરોજ વહેલી સવારે સુરતના ડીંડોલી વિસ્તારમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે પુરપાડ ઝડપે મોપેડ પર જઈ રહેલા બે યુવકોને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર મોપેડ બાઈક ચાલકે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં મોપેડ પર સવાર કાપડના વેપારીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ કારણોસર તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વાત કરીએ તો ગડોદરાથી ડીંડોલી તરફ જતા બ્રિજ ઉતરવાના રસ્તા ઉપર આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. બે યુવક વહેલી સવારે મોપેડ બાઈક લઈને ડીંડોલી તરફ આવી રહ્યા હતા. બ્રિજ ઉતરતી વખતે મોપેડ ચાલક દ્વારા અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બંને યુવકો ખૂબ જ ભયંકર રીતે રોડ ઉપર ભટકાયા હતા.

બંનેમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર વહેલી સવારે બંને યુવકો પોતાના ઘરે જઈ રહ્યા હતા. સવાર સવારમાં રસ્તો સાવ ખાલી હોવાના કારણે મોપેડ ચાલક ખૂબ જ ઝડપમાં બાઈક ચલાવી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ ડીંડોલી પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ શશીકાંત રામજીભાઈ પાંડે હતું. તેઓ માર્કેટમાં કાપડનો વેપાર કરતાં હતા. શશીકાંતના મૃત્યુના કારણે માત્ર પાંચ વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે.

સમાચાર મળતા જ પરિવાર ઉપર આ તૂટી પડ્યું હતું. ઘટનાની માહિતી મળ્યા બાદ શશીકાંતની પત્ની ઘટના સ્થળે દોડી આવી હતી. પતિના મૃત્યુના સમાચાર સાંભળીને પત્નીએ ઘટના સ્થળે હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ડીંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં વહેલી સવારે મિત્ર સાથે ઘરે જઈ રહેલા, કાપડના વેપારીનું રસ્તામાં અકસ્માતમાં કમકમાટીભર્યું મોત… 5 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*