રવિવારના રોજ સાંજે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં શેરીમાં રમતા માસુમ બાળક સાથે કંઈક એવું બન્યું કે તેના માં-બાપ દોડતા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર શેરીમાં રમતી વખતે લોખંડના થાંભલાને અડતા જ બાળકને જોરદાર કરંટ લાગ્યો હતો. જેના કારણે માસુમ બાળકનું રિબાઈ રિબાઈને ઘટના સ્થળે જ મોત થયું હતું.
દીકરાનું મૃત્યુ થતાં જ પરિવાર ઉપર આપ તૂટે પડ્યું હોત. મળતી માહિતી અનુસાર આ ઘટના હરિયાણાના પાણીપત શહેરના હરીનગરમાં રવિવારના રોજ સાંજના સમયે બની હતી. મૃત્યુ પામેલા બાળકનું નામ મોનુ હતું અને તેની ઉંમર 6 વર્ષની હતી. રવિવારના રોજ સાંજના સમયે તે ઘરની બહાર રમવા માટે ગયો હતો.
શેરીમાં રમતી વખતે મોનુ એક લોખંડના થાંભલાને અડે છે. જેના કારણે તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. થાંભલા પર બાંધેલા વીજ વાયરના કારણે બાળકને જોરદાર કરંટ લાગ્યો હતો. સમગ્ર ઘટના બની આબાદ આસપાસના લોકો બાળકને બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી. પોલીસે પરિવારના સભ્યોના નિવેદનના આધારે સીઆરપીસી ની કલમ 174 હેઠળ આકસ્મિક કાર્યવાહી કરી હતી.
માત્ર 6 વર્ષના દીકરાનું મૃત્યુ થતાં પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું. મૃત્યુ પામેલો બાળક ધોરણ એકમાં અભ્યાસ કરતો હતો અને તે બે ભાઈ બહેનોમાં નાનો હતો. તેની મોટી બહેન ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે. આ ઘટના બન્યા બાદ વીજ નિગમ સામે લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.
મોનુનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના અહેમદગઢ ગામના રહેવાસી છે. તેમનો પરિવાર છેલ્લા પાંચ વર્ષથી પાણીપતમાં રહે છે. રવિવારના રોજ સાંજના સમયે માત્ર છ વર્ષના દીકરાનું મૃત્યુ થતાં બાળકના પરિવારજનો અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment