હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. મિત્રો તમને જણાવી દઈએ કે, મામાના ઘરે રમતી બે વર્ષની માસુમ બાળકી સાથે અચાનક એવું થયું કે બાળકીનું કરુણ મૃત્યુ થયું છે.. માત્ર બે વર્ષની દીકરીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
આ ઘટના ભરતપુર જિલ્લાના પહારી પોલીસ સ્ટેશન વિસ્તારના સાત વાડી ગામમાં બની હતી. અહીં રમતી વખતે બે વર્ષની માસુમ બાળકી પાણીના કુંડમાં પડી ગઈ હતી. આ કારણોસર પાણીમાં ડૂબી જવાના કારણે માસુમ બાળકી એ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બધી માહિતી અનુસાર માસુમ બાળકી પોતાની માતા સાથે મામાના ઘરે રહેતી હતી.
આ ઘટના બની ત્યારે ઘરે કોઈ હતું નહીં. પરિવારના લોકો જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમને બાળકી પાણીની કુંડમાં પડેલા જોવા મળ્યા હતા. મૃત્યુ પામેલી બાળકીના પિતા ડ્રાઇવર છે. તે મોટેભાગ ઘરની બહાર જ રહે છે. તેથી બાળકી પોતાની માતા સાથે મામાના ઘરે રહેતી હતી.
માહિતી માહિતી અનુસાર ઘટનાના દિવસે મોડી સાંજ થઈ ગઈ હતી ઘરના બધા સભ્યો ખેતરે ગયા હતા. ત્યારે બે વર્ષની બાળકી ઘરે એકલી હતી અને તે રમતા રમતા પાણીના કુંડ પાસે પહોંચી ગઈ હતી. આ પાણીનો કુંડ પશુઓ માટે પાણી પીવા માટેનો છે. ત્યારે રમતા રમતા અચાનક જ બાળકે પાણીના કુંડમાં પડી ગઈ હતી.
બાળકીનું તડપી તડપીને કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે પરિવારના લોકો ખેતરે થી પરત ફર્યા ત્યારે બાળકીને પાણીની ટાંકીમાં પડેલી જોઈ હતી. ત્યારબાદ પરિવારના સભ્યો તાત્કાલિક બાળકીને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકીની તપાસ કરીને તેને મૃત જાહેર કરી હતી.
બે વર્ષની દીકરીનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરીનું મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પોસ્ટ માટે રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment