સુરતમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટના દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. બાળકોને એકલા રમતા મૂકીને કામમાં વ્યસ્ત રહેતા માતા પિતાની આંખો ઉઘાડતો કિસ્સો સુરતમાંથી સામે આવી રહ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક વર્ષની માસુમ બાળકી સાથે રમતા રમતા કંઈક એવું બન્યું કે બાળકીના માતા-પિતા દોડતા થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર બાથરૂમમાં રમતી રમતી બાળકી પાણીથી ભરેલા ટબમાં પડી ગઈ હતી. જેના કારણે બાળકીનું મોત થયું હતું. ત્યારબાદ પરિવારના લોકો બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા. પરંતુ સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.
બાળકીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરની નજીક રહેતા સિરાજભાઈ શેખ ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. તેઓ પત્ની અને સંતાનોમાં બે દીકરાઓ અને બે દીકરીઓનું ભરણપોષણ એકલા હાથે કરી રહ્યા હતા.
15 જાન્યુઆરીના રોજ એટલે કે વાસી ઉતરાયણના રોજ તેમની એક વર્ષની દીકરી ફાતિમાં ઘરમાં રમી રહી હતી. રમતા રમતા બાળકી પાણીથી ભરેલા ટબમાં પડી ગઈ હતી. આ ઘટના બની ત્યારે બાળકીની માતા બહાર ગઈ હતી. થોડાક સમય પછી માતા ઘરે આવી ત્યારે બાળકીને પાણીમાં ટબમાં જોઈને માતાએ બુમાબુમ કરી હતી.
જેથી આસપાસના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને ત્યારબાદ માસુમ બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. દીકરીનું મૃત્યુ થતાં જ પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું છે.
દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી. બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને અકસ્માતનો મૃત્યુનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment