આજકાલ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે તેવી જ અકસ્માતની ઘટના હિમાચલ પ્રદેશ ની સામે આવી છે.
મળતી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના યૂલા સંપર્ક રોડ પર બસ સ્ટેશનની નજીક મંગળવારના રોજ એક કાર અચાનક 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઇ હતી. મળતી માહિતી મુજબ આ ઘટનામાં કારમાં સવાર પતિ-પત્ની અને દીકરીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે.
હજુ પણ પ્રકારની એક અન્ય મહિલા મળી નથી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી મહેનત બાદ ખીણ માંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા તેને મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અંદર અલ્ટો કાર ની અંદર ચાર મુસાફરો સવાર હતા. ત્યારે અચાનક જ ગાડી નું નિયંત્રણ બગડતા ગાડી રસ્તા થી 500 મીટર નીચે ખાબકી ગઇ હતી.
આ સમગ્ર ઘટનામાં કૃષ્ણકુમાર (36 વર્ષ), કલ્પાવત (33 વર્ષ) અને તેમની દિકરી રવીના (18 વર્ષ ) તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી મુજબ કારમાં લિફ્ટ લેનાર એક મહિલા જેની ઉંમર 61 વર્ષ છે હજુ પણ ગુમ છે. ઘટનાની જાણ થતા પોલીસ સાથે રાહત પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!