મોઢેરા-મહેસાણા હાઇવે પર બે કાર વચ્ચે થયું ભયંકર અકસ્માત, અકસ્માતમાં માસૂમ બાળકી સહિત 9 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 11:27 am, Wed, 8 September 21

રાજ્યમાં આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે અને ઘણા અકસ્માતો આખું પરિવાર પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે મોઢેરા – મહેસાણા હાઇવે પરની અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર મોઢેરા મહેસાણા હાઈવે પર ગણેશ પુરા પાટીયા નજીક રોંગ સાઈડમાં આવતી એક કારે સામેથી આવતી બીજી કાર સાથે જબરદસ્ત ટક્કર લીધી હતી. અકસ્માત દરમિયાન કારમાં સવાર 3 વર્ષની માસૂમ બાળકી સહિત 9 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ મોઢેરાના અમરપુરાવાસમાં રહેતા વકીલના નિલેશભાઈ સેંધાભાઇ નાયી તેમની 3 વર્ષની દીકરી આરાધ્યાને રસી મુકવા માટે સોમવારના રોજ પોતાની GJ 02 DE 2347 કાર લઈને પત્ની છાયાબેન, દીકરો વ્રજ અને આરાધના સાથે મહેસાણા ગયા હતા.

મળતી માહિતી મુજબ તેઓ રસી મુકાવી ને 2 વાગ્યાની આસપાસ પોતાના ઘર તરફ પરત આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં રોંગ સાઈડમાં આવતી GJ 01 RN 6876 ગાડી લઈને આવતા હતા.

તે દરમિયાન બંને કાર વચ્ચે જબરદસ્ત અકસ્માત થયું હતું. અકસ્માતમાં બંને કાર ભાંગીને ભૂકો થઇ ગઇ હતી અને નિલેશભાઈ ના જમણા પગના ઘૂંટણ પર ફેક્ચર થયું હતું.

ઉપરાંત આરાધ્યા નામની દીકરી ને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તેને હાલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. પણ સામેની ગાડીમાં પાંચ મુસાફરો સવાર હતા તેને પણ ગંભીર ઈજા પહોંચી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોઢેરા-મહેસાણા હાઇવે પર બે કાર વચ્ચે થયું ભયંકર અકસ્માત, અકસ્માતમાં માસૂમ બાળકી સહિત 9 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*