આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા અકસ્માત ના વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણા અકસ્માતો તો એવા હોય છે જેને જોઈને આપણું હૃદય દ્રવી ઊઠે છે. રોડ અકસ્માતોને કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ઘણી વખત લોકોની બેદરકારીને કારણે પણ રોડ અકસ્માત સર્જાય છે.
ટ્રાફિક ના નિયમોનું ઉલ્લંઘન કરીને રોડ પર વાહન ચલાવવાથી અકસ્માતની શક્યતા વધી જાય છે. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે તમે રસ્તા પર ચાલી રહ્યા હોવું અને તમે અકસ્માત નો ભોગ બનશો તો પણ તે તમારી ભૂલ નથી. અમે તમને આવા જ એક અકસ્માત નો વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ જોકે આ વિડીયો જૂનો છે. પરંતુ વીડિયોમાં જે પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે તે આશ્ચર્યજનક છે.
Witnessed and recorded the most INSANE car crash yesterday, you can see Autopilot also swerve and avoid the rouge tire for me $TSLA pic.twitter.com/csMh2nbRNX
— Anoop (@Anoop_Khatra) March 25, 2023
વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાઇવે પર ટ્રાફિક થઈ રહ્યો છે, અચાનક પાછળથી કોઈ વાહન ઝડપથી પસાર થાય ત્યારે ઘણા વાહનો એક જ ફ્રેમમાં જોવા મળે છે. વાહન આગળ વધીને ટ્રકના લેવલ પર પહોંચતા જ ટ્રકનુ ડાબી બાજુનું આગળનું વ્હીલ નીકળી જાય છે. જેના કારણે કારના આગળના ભાગ સાથે વ્હીલ અથડાય છે અને કાર હવામાં ઉછળે છે અને પલટી જાય છે.
આ દ્રશ્ય ખૂબ જ ડરામણું છે, કાર સાથે ટાયર અથડાતાની સાથે જવામાં કાર દસેક ફૂટ ફેકાય છે અને પલટી જાય છે અને ફરી જમીન પર પડી જાય છે. જેના કારણે આ અકસ્માત થયો હતો તે ટાયર ફરી વળ્યું અને કાર સાથે અથડાયું હતું. આ લાઈવ અકસ્માત નો વિડીયો અન્યકારના ડેશકેમ પરથી રેકોર્ડ કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment