નર્સિંગનો અભ્યાસ કરતા 21 વર્ષના વિદ્યાર્થીએ રૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 10:27 am, Tue, 5 September 23

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઈડના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓના સુસાઇડ કરવાના કિસ્સાઓ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ખાનગી કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું છે.

સોમવારના રોજ જ્યારે વિદ્યાર્થીઓનો પિતરાઈ ભાઈ તેની રૂમમાં પહોંચ્યો ત્યારે તેને પોતાના ભાઈનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે રૂમ સીલ કરી દીધી હતી અને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી.

આ સુસાઇડની ઘટના ઇંદોરમાંથી સામે આવી રહે છે. સુસાઇડ કરનાર વિદ્યાર્થીનું નામ સમીર હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. સમીર પોતાના ફ્લેટના રૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. સાંજના સમયે સમીરનો પિતરાઈ ભાઈ જ્યારે રૂમમાં આવ્યો ત્યારે તેને સમીરને લટકતી હાલતમાં જોયો હતો.

પછી તેને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સમીરના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે એમવાય હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. મળતી માહિતી અનુસાર સમીર એક ખાનગી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે છેલ્લા કેટલાય દિવસોથી કોલેજ જતો ન હતો.

જાણવા મળી રહ્યું છે કે ગઈકાલે સવારે સમીરે પોતાના પિતા સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ બપોરે સમીર અને તેના રૂમ પાર્ટનર વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. પછી સમીરે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. હજુ સુધી પામેલા સમીર પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી અને સુસાઇડ નો પણ કોઈ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

જાણવા મળી રહ્યું છે કે, સમીરના નાના ભાઈને ગંભીર બીમારી છે. જેના કારણે સમીરનો પરિવાર નાનાભાઈની સારવારને લઈને હંમેશા તળાવમાં રહેતો હતો. આ કારણોસર સમીર પણ ખૂબ જ ડિપ્રેશનમાં રહેતો હતો. આ કારણોસર સમીરે સુસાઇડ કર્યું હોય તેવો પણ કહેવામાં આવી રહ્યું છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નર્સિંગનો અભ્યાસ કરતા 21 વર્ષના વિદ્યાર્થીએ રૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*