ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર પૂર્વાંચલ એક્સપ્રેસ હાઈવે પર એક કાર ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતું.
ત્યાર બાદ કારમાં એક ધડાકો થયો અને આગ લાગી ઉઠી હતી. કારમાં લાગેલી ભૂષણ આગના કારણે કારમાં બેઠેલા ત્રણ લોકો જીવતા બળી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો અંદર બેઠેલા ત્રણ લોકો જીવતા બળી ગયા હતા.
મળતી માહિતી અનુસાર કાર સવાર લોકો લખનઉના રહેવાસી હતા. મૃત્યુ પામેલા ત્રણ લોકોમાંથી એક ની ઓળખ થઇ છે. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને જાણ કરી છે. ઉપરાંત અન્ય બે મૃતકની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ કર્યા છે.
એક કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, કારમાં આગ લાગી ઉઠતા 3 લોકો જીવતા બળી ગયા… pic.twitter.com/zKK4wvdWOr
— GUJJU ROCKZ (@gujju_rockz) February 7, 2022
આ ઘટના બની ત્યારે ત્યાં હાજર સ્થાનિક લોકોએ જણાવ્યું કે, જ્યારે ઘટના બની ત્યારે કાર સવાર લોકો મદદ માટે બૂમો પાડતા રહ્યા, પરંતુ કારમાં લાગેલી આગના કારણે તેઓ બધી શક્યા નહીં. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારના રોજ સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ બની હતી.
અહીં લખનઉ થી ગાજીપુર તરફ સ્પીડ માં જતી એક બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં લાગેલી ભીષણ આગના કારણે કારમાં સવાર લોકોને બહાર નિકળવાનો મોકો જ મળ્યો અને તેઓ જીવતા ભડથું થઇ ગયા હતા.
ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર UP 32 KB 7401 નંબરની કારમાં આગ લાગી ઉઠી હતી. અકસ્માત બન્યો ત્યારે કારની અંદર ત્રણ લોકો સવાર હતા. આ ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકોના કરૂણ મૃત્યુ થયા છે. કારની નંબર પ્લેટ ના આધારે એક મૃતદેહની ઓળખ થઈ છે જેનું નામ મહેશ નંદુ કોઠારી હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment