હાલમાં બનેલી એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં મુસાફરોથી ભરેલી એક બસ પાણીમાં તણાઈ ગઈ હતી. એક બ્રિજ પર બે ફૂટ જેટલું પાણી વહી રહ્યું હતું. ત્યારે બસ બ્રિજ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે પાણીના જોરદાર પ્રવાહને કારણે બસ પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતની ઘટના બની ત્યારે લગભગ બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં 20 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી 9 જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હોવાના કારણે તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ગંભીર અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના શ્યોપુરમાં બની હતી. ઘટનાની માહિતી મળતા જ આસપાસના ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. તે લોકોએ બસમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બસમાં સવાર મોટાભાગના લોકો રાજસ્થાનના કરૌલી જિલ્લામાં સ્થિત કૈલાદેવી માતાના મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારના રોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ સબલગઢથી વિજયપુર જઈ રહેલી બસના ડ્રાઇવરે બ્રિજ ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. બ્રિજ ઉપરથી પાણીનો જોરદાર પ્રવાહ જઇ રહ્યો હતો. જેના કારણે કેટલાક લોકોએ બસ ચાલકને બ્રિજ ક્રોસ કરવાની ના પાડી હતી.
50 મુસાફરોથી ભરેલી બસ લોકોની નજર સામે પાણીમાં પલટી ખાઈ ગઈ, ત્યારબાદ બન્યું એવું કે…જુઓ ઘટનાનો લાઇવ વિડિયો pic.twitter.com/ekMmzRTRhL
— GUJJU ROCKZ (@gujju_rockz) October 9, 2022
તેમ છતાં પણ પાણીના જોરદાર પ્રવાહો વચ્ચે બસ ચાલક બ્રિજ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બસ પાણીમાં પલટી ખાઈ જાય છે. આ ઘટનાને એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment