ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અનેક લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે બનાસકાંઠામાં બનેલી વધુ એક હાર્ટ એટેક ની ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં દિયોદરના મકડાલા ગામના BSF જવાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. જવાનું મોત થતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
મૃત્યુ પામેલા BSF જવાનું નામ રાહુલ ચૌધરી હતું અને રાહુલનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે, રાહુલ BSFની ટ્રેનિંગ પૂર્ણ કરીને પોતાના વતન આવ્યો હતો. પછી તે અહીંથી ફરજ પર જતો હતો ત્યારે તેનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર રાહુલ પોસ્ટિંગ પર જતી વખતે અમદાવાદ રોકાયો હતો અને ત્યારબાદ તેના હાર્ટ એટેકના સમાચાર મળ્યા હતા. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment