બાઈક લઈને ઘરે જતા BSCના વિદ્યાર્થીનું રસ્તામાં કરુણ મોત… રસ્તામાં અચાનક જ કંઈક એવું બન્યું કે…

Published on: 4:45 pm, Mon, 4 September 23

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બાઈક લઈને જતા એક યુવકને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ કારણોસર તેનું કારણ મોત થયું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે તે યુવક બાઇક લઈને જતો હતો, ત્યારે અચાનક જ બાઈકની સામે એક રખડતી ગાય આવી ગઈ હતી.

જેના કારણે યુવકે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને તે બાઈક પરથી નીચે પડી ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું.

મૃત્યુ પામેલા યુવકનું નામ સુમિત હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી. આ અકસ્માતની ઘટના હરિયાણાના હિસારમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે સુમિતના પિતાનું પણ લગભગ 10 વર્ષ પહેલા આ જ રીતે બાઈક અકસ્માતમાં મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર સુમિત માર્કેટથી પોતાના ગામ તરફ પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન રસ્તામાં અચાનક જ એક ગાય બાઇકની સામે આવી ગઈ હતી. જેના કારણે સુમિતે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને તે રોડના કિનારે પડી ગયો હતો. આ ઘટનામાં તેના શરીરના અનેક ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

મૃત્યુ પામેલો સુમિત BSCનો વિદ્યાર્થી હતો. સુમિતે બે દિવસ પહેલા હિસારના માર્કેટમાં કપડાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. રવિવારના રોજ સુમિત સાંજના સમયે પોતાની બાઈક લઈને માર્કેટમાંથી ગામમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન તેને રસ્તામાં અકસ્માત નડ્યો હતો અને તેનું અકસ્માતમાં મોત થઈ ગયું હતું. સુમિતના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક લઈને ઘરે જતા BSCના વિદ્યાર્થીનું રસ્તામાં કરુણ મોત… રસ્તામાં અચાનક જ કંઈક એવું બન્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*