જુનાગઢ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા છે. જેમાં લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા સહિત સાત લોકોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બની આબાદ લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પોલીસ પર આક્ષેપ કરતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા કેવી રીતે કોઈ પણ પ્રકારના ખૌફ વિના પોલીસને આક્ષેપ કરી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા કહી રહ્યો છે કે, મને ખોટી રીતે આ કેસમાં સંડોવવામાં આવી રહ્યો છે. તો આવી જ રીતે મને હેરાન કરવામાં આવશે તો હું પોતાનું જીવન ટુંકાવી લઈશ.
વધુમાં કહે છે કે મારો જીવ લઈ લો હું કોઈના બાપથી બીતો નથી. મારી ઘરવાળી ભાજપની કોર્પોરેટર છે પણ મેં ક્યારેય પણ તેનો દુરુપયોગ કર્યો નથી. પરંતુ હવે હું મારા પરિવાર સાથે જીવનને ટૂંકાવી લઈશ. તેને વીડિયોમાં વધુમાં જણાવ્યું કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાટવા ખારા ડેમના વિસ્તારમાં દારૂ મળ્યો હતો.
તે કેસમાં મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. ધીરેન કારીયા આ વીડિયોમાં એવું પણ કહે છે કે, લગભગ એક વર્ષ પહેલા એસ.પી સૌરભ સિંહે તેની પાસે 1 કરોડ રૂપિયાની લાંચ માગી હતી. જેનો કેસ વેથલી કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસ ભરત ખેંચવા માટે પોલીસે મારા ઉપર ખોટા કેસ કર્યા છે.
આ સમગ્ર ઘટના બન્યા બાદ ભાજપના મહિલા કોર્પોરેટર અને ધીરેન કારિયાના પત્ની નિશાબેને ડીજીપીને પત્ર લખી ખોટા કેસ કરવા બાબતે અધિકારીઓ સામે તપાસ કરવાની માંગ કરી હતી. પત્રમાં તેમને જણાવ્યું હતું કે, મારા પતિએ જુનાગઢની વેથલી કોર્ટમાં જૂનાગઢના તત્કાલીન SP સૌરભ સિંહ અને PI કાનમિયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ થાકી ખેંચવા માટે જૂનાગઢના એસપી રવિ તેજા દ્વારા તેમના પતિને ધમકીઓ આપવામાં આવે છે અને ખોટા કેસ કરવામાં આવે છે.
જૂનાગઢના બુટલેગર એ વિડીયો બનાવીને પોલીસ પર આક્ષેપ કર્યો, કહ્યું કે “હું કોઈના બાપથી બીતો નથી, મારી પત્ની કોર્પોરેટર છે…જુઓ વિડિયો pic.twitter.com/wygchIkzYH
— GUJJU ROCKZ (@gujju_rockz) September 20, 2022
વધુમાં તેમને પત્રમાં લખ્યું હતું કે સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નીલિપ્ત રાય પણ મારા પત્નીને ધમકી આપે છે અને તેની ટીમ દ્વારા ખોટા કેસ કરવામાં આવ્યા છે. આવા અધિકારીઓ ખોટા કાવતરા કરીને મારા પતિએ કરેલી ફરિયાદ પાછી ખેંચાવા માંગે છે. ત્યારે અમારા પરિવારને આ અધિકારીઓથી થતી ખોટી કનડગત રોકવા અને આ અધિકારીઓ વિરુદ્ધ અમારી ફરિયાદ લઈને યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment