હાલમાં બનેલી રુવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. મિત્રો હાલમાં વરસાદની સિઝન ચાલી રહી છે અને આ સિઝનમાં તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં કાર કે બાઈક પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હશે. ત્યારે આજે બનેલી તેવી જ ઘટના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ.
જેમાં પુલ ક્રોસ કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં એક બોલેરો કાર તણાઈ જાય છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે કારની અંદર ત્રણ લોકો સવાર હતા. પરંતુ તેઓ યોગ્ય સમયે કારમાંથી બહાર નીકળી જાય છે તેથી તેમનો જીવ બચી જાય છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મહીદપૂરમાં બની હતી. અહીં અતિ ભારે વરસાદના કારણે આજરોજ સવારે નદી નાળાઓ ઉભરાઈ ગયા હતા.
આવી સ્થિતિમાં બલોધ ગામના નાળામાં પાણી વધી જતા પુલની ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું. પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે એક બોલેરો કાર ચાલક ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ પાણીના જોરદાર પ્રવાહમાં બોલેરો કાર તણાઈ જાય છે. સદનસીબે કારમાં સવાર ત્રણેય લોકોનો બચાવ થયો હતો.
મળતી માહિતી અનુસાર બોલેરો કારમાં સવાર થઈને ત્રણ લોકો મહીદપૂર થી ઉજ્જૈન જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં બલોદા ગામની નજીક રોડ ઉપરથી પાણી જતું હતું, તેથી તેઓ ઘડીક વાર ત્યાં રોકાયા હતા. ત્યારે બોલેરો કાર ચાલક પાણીના જોરદાર પ્રવાહો વચ્ચે પુલ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે.
પરંતુ અચાનક જ પાણીનો જોર વધી જાય છે અને બોલેરો તેના કારણે બંધ થઈ જાય છે. જેના પગલે બોલેરોમાં સવાર તમામ લોકો બહાર નીકળી ગયા હતા. અને જોત-જોતામાં જ લોકોની નજરની સામે બોલેરો કાર ફૂટબોલની જેમ પાણીમાં તણાઈ ગઈ હતી.
પાણીના જોરદાર પ્રવાહો વચ્ચે પુલ ક્રોસ કરતી એક બોલેરો કાર અચાનક બંધ થઈ ગઈ, ત્યારબાદ થયું એવું કે – જુઓ ઘટનાનો વિડીયો pic.twitter.com/8Y0JFqBbZc
— GUJJU ROCKZ (@gujju_rockz) July 18, 2022
કિનારે ઉભેલા એક વ્યક્તિએ આ દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે કોઈપણ દિવસ આવી ઉતાવળ ન કરવી જોઈએ. અને ઘણા લોકો કહી રહ્યા છે કે ઉતાવળ કોઈક દિવસ આપણો જીવ પણ જોખમમાં નાખી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment