રોડ ક્રોસ કરી રહેલા બાઈક સવારને પુરપાટ ઝડપે જતી કારે લગાવી જબરદસ્ત, બાઈક ચાલકનું મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ

મિત્રો આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળે છે, જેમાં અકસ્માતના કારણે હસતા ખેલતા પરિવાર વિખેરાઈ ગયા હશે. ત્યારે રવિવારના રોજ સાંજે બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બાઈક સવારે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર રોડ ક્રોસ કરતી વખતે પુરપાટ ઝડપે જતી કારે બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ત્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ ગંભીર અકસ્માતની ઘટના પાલી જિલ્લાના બાર-બનાડ પર બની હતી. મળતી માહિતી અનુસાર 46 વર્ષના ભેરારામ બગડી રવિવારના રોજ લગભગ સાંજે 6 વાગ્યાની આસપાસ પોતાની બાઈક પર ઘર તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન બાર-બનાડ હાઈવે પર રોડ ક્રોસ કરતી વખતે પુરપાટ ઝડપે જતી કારે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક રોડની બીજી બાજુ લપસીને 50 ફૂટ દૂર જઈને પડી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત થયેલા ભેરારામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

ત્યાંથી વધુ સારવાર માટે અજમેર લઈ જવામાં આવ્યા હતા. અજમેરની હોસ્પિટલમાં મોડી રાત્રે સારવાર દરમિયાન ભેરારામનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ભૂતકાળમાં પણ અહીં અનેક અકસ્માતની ઘટનાઓ બની છે. જ્યારે રવિવારના રોજ લગભગ સાંજે છ વાગ્યાની આસપાસ આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*