સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાના ગઢમાં મોટું ગાબડું, જાણો.

Published on: 3:33 pm, Mon, 25 January 21

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાન પહેલા જ કોંગ્રેસની હાલત કફોડી બનતા જઈ રહી છે. કોંગ્રેસના નેતાઓ એક પછી એક પંજાબ નો સાથ છોડીને કેસરીયો ધારણ કરી રહ્યા છે અને અગાઉ ભરૂચ કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું હતું.

જેમાં જાડેશ્વર ના કોંગ્રેસ આગેવાન કૌશિક પટેલ પોતાના 300 જેટલા સમર્થક અને કાર્યકર્તાઓ ભાજપમાં ભળી ગયા હતા. અંકલેશ્વરમાં પણ કોંગ્રેસના આગેવાનોએ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો.

સ્થાનિક નેતૃત્વથી નારાજ અરવલ્લી જિલ્લાના બાયદ કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા.ભરૂચ અંકલેશ્વર અને અરવલ્લીમાં કોંગ્રેસમાં ભંગાણ બાદ હવે વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી ના ગઢ અમરેલીમાં પણ ગાબડું પડયું છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકા પંચાયતના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સહિતના ચાર પૂર્વ સભ્યોએ કોંગ્રેસને બાયબાય કહીને કેસરીયો ધારણ કર્યો છે.આ સિવાય ધારી યાર્ડમાં એક ડિરેક્ટર પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે.

આટલું જ નહીં 3 સરપંચ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ભાજપમાં ભળી જતાં કોંગ્રેસ ને મોટો ફટકો પડયો છે.વિવિધ પાર્ટીના ઉમેદવારો એ ટિકિટ મેળવવા માટે લોબિંગ શરૂ કરી દીધું છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય પરંતુ સમગ્ર દેશની નજર ગુજરાતની ચૂંટણીઓ પર ટકેલી રહેશે. આ ચૂંટણી વર્ષ 2022 માં આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીની સેમિફાઇનલ માનવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!