ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરી મહિનાના અંતમાં યોજાય તેવી પૂરી શક્યતાઓ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે. ચૂંટણી પહેલા બંને પક્ષોએ તોડ ની રાજનીતિ શરૂ કરી છે.
ત્યારે ભાજપ માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને પક્ષ પલટુ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પક્ષ બદલી રહ્યા છે.
200થી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાતા ભારતીય જનતા પાર્ટીને બહુ મોટો ઝટકો લાગ્યો છે.રૂપાણી સરકાર ના મંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં મોટુ ગાબડું પડ્યું હતું. રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકામાં ભાજપના 200 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.
વિછીયા તાલુકાના ભાજપ મહામંત્રી અને વિછીયા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ભાજપ સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા.ચૂંટણી પંચે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે.
તેવી શક્યતા છે.ભાજપ અને કોંગ્રેસે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.ગુજરાત રાજ્યના રૂપાણી સરકારના મંત્રી ના ગઢમાં પડ્યું મોટું ગાબડું,200 થી વધારે ભાજપના કાર્યકર્તાઓ જોડાયા કોંગ્રેસ માં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment