ગુજરાત રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી.

Published on: 3:48 pm, Fri, 8 January 21

ગુજરાત રાજ્યમાં શિયાળા વચ્ચે હવામાન વિભાગની ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી સામે આવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં શિયાળા વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક માવઠાની આગાહી કરવામાં આવી છે.ભારે વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.9 મી તારીખ થી ભારે વરસાદ ખેડૂતોની ચિંતાનો વરસાદ બનીને વરસશે.

હવામાન વિભાગના નિષ્ણાત મનોરમા એ જણાવ્યું કે, રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના છે. જેમાં નર્મદા ડાંગ દાહોદમાં વરસાદી માવઠું આવશે. ભાવનગર,નવસારી,તાપી સહિતના દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની તારાજી સર્જી શકે છે.

વલસાડ જિલ્લામાં આજ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તથા અમુક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને વાંસદા તાલુકામાં ભારે વરસાદ વરસતા ખેડૂતો પરેશાન થયા છે અને વરસાદ વરસતા ઉભા પાકને મોટું નુકસાન થયું છે. વાસંદા ચીખલી પંથકમાં વરસાદી માહોલ વચ્ચે જગતનો તાત પરેશાન થઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી."

Leave a comment

Your email address will not be published.


*